Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં રેમડેસિવિર લાગતા-વળગતાંઓને આપી દેતા હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગરમાં રેમડેસિવિર લાગતા-વળગતાંઓને આપી દેતા હોવાનો આક્ષેપ

Team Chabuk-Gujarat Desk: કોરોના કરતા દેશમાં રેમડેસિવિર ઈન્જેક્શનનો મુદ્દો વારંવાર ઉછળે છે. સી.આર.પાટીલનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સુરેન્દ્રનગરમાં રેમડેસિવિર લાગતા વળગતાં મળતિયાંઓને આપી દીધાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ઈન્જેક્શન લેવા આવનારાઓ માટે મોટી કઠણાઈ એ છે કે લાઈનમાં ઊભા બાદ વારો આવે ત્યારે તેમને ખબર પડે છે કે આ માટે આર.ટી પીસીઆર ટેસ્ટનો રિપોર્ટ પણ લાવવાનો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંધી હોસ્પિટલ ખાતે સરકાર રેમડેસિવિર ઈન્જેક્શન આપી રહી છે. પરંતુ અહીં ગંભીર બીમારી સામે લડતા દર્દીઓને ઈન્જેક્શન આપવાની જગ્યાએ સૌ પ્રથમ આરટી, પીસીઆરના રિપોર્ટની વાત ઉચ્ચારવામાં આવે છે. જો રિપોર્ટ સાથે ન હોય તો કોઈને પણ ઈન્જેક્શન આપવામાં આવતા નથી. લાંબી લાઈનમાં ઊભા બાદ જો હાથમાં રિપોર્ટ ન હોય તો લાઈનમાં ઊભવું એ ધરમનો ધક્કો થયા બરાબર છે. જો તમારા હાથમાં રિપોર્ટ ન હોય તો ફક્ત તમે સમય બગાડવા માટે જ ઊભા છો.

આ અંગે એક મહિલાએ જણાવ્યું હતું કે, તેમના સગાને સીટીસ્કેનમાં ગંભીર લક્ષણો દેખાયા છે. આ અંગે ડોક્ટરે પણ તેમને રેમડેસિવિર ઈન્જેક્શનનું કહ્યું છે, પણ જ્યારે આ મહિલા લેવા માટે ગઈ ત્યારે તેમને આરટી.પીસીઆર રિપોર્ટ લાવવાનું કહ્યું હતું. આ સાથે જ એવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે રેમડેસિવિર માત્ર મળતિયાંઓને મળી રહી છે નહીં કે સામાન્ય લોકોને. સામાન્ય લોકોને માત્ર ધક્કો જ થાય છે.

હાલ તો સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં હાલાકીનો સામનો કરી રહેલા લોકો બસ એક જ રાગ ઉચ્ચારી રહ્યા છે કે આ સમસ્યાનો નિવેડો લાવવામાં આવે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments