Homeગુર્જર નગરીબગોદરા 3.37 કરોડ લૂંટ કેસઃ વધુ એક આરોપી પોલીસના સકંજામાં

બગોદરા 3.37 કરોડ લૂંટ કેસઃ વધુ એક આરોપી પોલીસના સકંજામાં

Team chabuk- Gujarat Desk: અમદાવાદના બગોદરા વિસ્તારમાં થયેલી ફિલ્મી ઢબે કરોડો રૂપિયાની લૂંટના કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. એટલું જ નહીં પોલીસે તેની પાસેથી 19 લાખ 78 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબજો કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપી ઝડપાઈ ચુક્યા છે. આરોપીઓએ બગોદરા પાસે S.T બસમાં ઈન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી આંગડિયા પેઢીના બે કર્મચારીઓનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેની પાસેથી રોકડા રૂપિયા અને દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

આરોપી પાસેથી રૂપિયા રિકવર કરાયા

LCBની ટીમ લૂંટ કેસમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન રવિન્દ્રસિંગ ઉર્ફે બેગન એલ.તોમર નામના આરોપીનું નામ ખુલ્યું હતું. વધુ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો રહેવાસી છે. જેથી પ્રથમ તેની અટકાયત કરવામાં આવી હતી. બેગનની આકરી પૂછપરછ કરતાં તેણે લૂંટનો ગુનો કબૂલી લીધો હતો. એટલું જ નહીં લૂંટના મુદ્દામાલમાંથી 19 લાખ 78 હજાર 500 રૂપિયા પણ પોલીસને આપી દીધા હતા. પોલીસે આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે, આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ ? અત્યાર સુધીમમાં પોલીસે આરોપી પાસેથી કુલ 67 લાખ 53 હજારથી વધુનો મુદ્દામલ કબજે કરી લીધો છે.

ક્યારે થઈ હતી લૂંટ ?

24 ફેબ્રુઆરીએ અમદાવાદના બગોદરા વિસ્તારમાં ઘટના બની હતી. એસ.ટી બસમાં આંગડિયા પેઢીના બે કર્મચારી મુસાફરી કરી રહ્યા હતા. બસ બગોદરા પહોંચી એટલે તેમની સાથે જ બસમાં આરોપીએ આંગડિયા પેઢીના કર્મચારીઓને ઈન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી ડરાવ્યા હતા. હોબાળો થતાં બસ રોકાઈ એટલામાં પાછળથી એક કારમાં અન્ય આરોપી પણ આવી ગયા. મામલો ઉગ્ર બની ગયો અને 10 આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારી પર હાવી થઈ ગયા. લાંબા નાટક બાદ આંગડિયા પેઢીના કર્મચારીઓને આરોપીઓએ બસમાંથી ઉતારી દીધા અને પોતાની સાથે જ કારમાં લઈ ગયા.

કેવી રીતે કરી હતી લૂંટ ?

આરોપીઓ આંગડિયા પેઢીના કર્મચારીને અમદાવાદથી ખેડા સુધી લઈ ગયા. ખેડાના રઢુ ગામની સીમમાં આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓને બાંધી દીધા હતા અને કર્મચારી પાસેથી રોકડ રકમ અને દાગીનાની લૂંટ ચલાવી હતી. આરોપીઓએ કર્મચારીઓ પાસેથી દાગીના અને રોકડ રકમ સહિત કુલ 3 કરોડ 37 લાખ રપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. લૂંટ બાદ આરોપીઓએ ખેડા જિલ્લામાં જ બિનવારસી હાલતમાં કાર પણ મૂકી દીધી હતી.અગાઉ આ કેસમા પોલીસે કર્મવીરસિંહ, યોગેશ જાટ, પુષ્કરસિંગ જાટ અને મુનેન્દ્રસિંગ ઉર્ફે મોહિત ભમ્મરસિંગ  સિકરવા નામના આરોપીની ધરપકડ કરી હતી.

ચકચારી લૂંટના આ કેસમાં અન્ય કેટલાક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ આરોપીઓને ઝડપવા પણ કવાયત શરૂ કરી. પોલીસ આરોપીઓનું લોકેશન મેળવી તેના સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ઝડપાયેલા આરોપીઓની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે શક્યતા વ્યક્ત કરી છે કે, આરોપી અન્ય ગુનાઓમમાં પણ સંડોવાયેલા હોઈ શકે છે. જેથી તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ વિગતો અન્ય આરોપીના ઝડપાયા બાદ બહાર આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments