Homeગુર્જર નગરીશ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામને વધુ એક વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં...

શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામને વધુ એક વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

Team Chabuk-Gujarat Desk: શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ (ગુજરાત)એ ૧૮ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ “કુંડળધામમાં અક્ષરધામ” નામ હેઠળ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વિવિધ ૭૦૯૦ સ્વરૂપોના અભૂતપૂર્વ દર્શન કર્યા. મહત્વનું છે કે, આ “કુંડળધામ મેં અક્ષરધામ” ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. આ રેકોર્ડ માટે, આ પ્રસંગના પ્રેરણાદાયી જ્ઞાનજીવનદાસજી સ્વામીના પ્રતિનિધિ, તેમના સંતોને ૨૯ મી જાન્યુઆરીએ મુંબઈ ખાતે આ એવોર્ડ આપવામાં આપવામાં આવ્યો હતો.

સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્વરૂપોના આ અનોખા સંગમનું આયોજન ૧૮ મી ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ ગુજરાતના કુંડળધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસ અને ભગવાનની ઉપાસનાના પ્રસાર માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ “કુંડલધામમાં અક્ષરધામ” હતું, જેનું અવલોકન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડે તેને વિશ્વવિક્રમ તરીકે નોંધવામાં આવ્યું છે.  સ્વામી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી નિર્મિત ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય, તેવો સ્વામીજીનો હેતુ છે.  આ વિશ્વ વિક્રમ કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, હિંદુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરી શકે તે માટે કાર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.

આ પહેલા ગિનિસ બુક ઓફના ૨ રેકોર્ડ, લીમકા બુક ઓફના ૨ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફના 3 રેકોર્ડ, એશિયા  બુક ઓફના ૪ રેકોર્ડના એવોર્ડ મળી ચુક્યા છે. આ એવોર્ડમાં વધુ એક કલગીનો ઉમેરો થયો છે.

આ પ્રસંગે મુંબઈ મહાનગરના પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો અને સંતોના આશિર્વાદ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે તે માટે ધર્મ અને પર્યાવરણને સાંકળી લઇ આ અનોખો કાર્યક્રમ એ આદરણીય ગુરુજી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ભાવના છે. આપણા મુંબઈ શહેરના નાગરિકોનું સદ્ભાગ્ય છે કે એવોર્ડ સમારોહનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર, સર્વોપરી નગર, મુંબઈની ભૂમિ પર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામી શ્રી અલૌકીક તથા અન્ય સંતો અને મહાનુભાવો ઉપસ્થિ રહ્યા હતા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments