Homeગુર્જર નગરીગીર સોમનાથઃ કારમાં કરી રહ્યો હતો દારૂની હેરાફેરી, LCBએ રંગે હાથ ઝડપ્યો

ગીર સોમનાથઃ કારમાં કરી રહ્યો હતો દારૂની હેરાફેરી, LCBએ રંગે હાથ ઝડપ્યો

Team Chabuk-Gujarat Desk:  ગીર સોમનાથના ઊનામાં ફરી દારૂની હેરાફેરીનો કીસ્સો સામે આવ્યો છે. LCBએ ઊના-કોડિનાર હાઈવે પર આવેલા લેરકા ગામેથી એક શખ્સને દારૂની હેરાફેરી કરતો રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી કાર અને વિદેશી દારૂની 64 બોટલ સહિત કુલ 80 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બાતમીના આધારે ઝડપાયો શખ્સ

LCBને બાતમી મળી હતી કે, કાર નંબર જીજે 03 બીએ 4289માં દારૂ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાંચના પ્રફૂલ વાઢેર, શૈલેષ ડોડિયા, રાજુ ગઢિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. ત્યારબાદ આ નંબરની કાર ઊના-કોડિનાર  હાઈવે પર લેરકા ગામ નજીકથી પસાર થઈ હતી જેને રોકી તપાસ કરતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કારચાલકની અટકાયત કરી હતી. તપાસમા તે દારૂની હેરાફેરી કરતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. આ શખ્સની આટકાયત ઉપરાંત LCBએ અન્ય એક શખ્સ સામે પણ ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

80,600નો મુદ્દામાલ જપ્ત

પોલીસે કારને અટકાવ્યા બાદ તેમાં તપાસ કરતાં કારમાંથી 25 હજાર 600 રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 64 બોટલ મળી આવી હતી. દારૂની બોટલ ઉપરાંત LCBએ આરોપી પાસેથી મોબાઈલ અને કાર સહિત કુલ 80 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, દારૂનો જથ્થો તેને ઊનામાં રહેતાં કોઈ શખ્સે આપ્યો હતો. જેને લઈને પોલીસે દારૂ આપનારા શખ્સ વિશે પણ તપાસ શરૂ કરી છે.હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, ઊનાનો શખ્સ કોણ છે અને તેની પાસેથી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો. તેમજ  ઝડપાયેલો શખ્સ દારૂનો જથ્થો કોને આપવાનો હતો.

ઊનામાં દારૂની હેરાફેરી મુદ્દે ટીમ ચાબુકે શહેરના કેટલાક લોકો  સાથે વાત કરતાં તેમણે રોષ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, બુટલેગર ઊના-દીવ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત હોવાથી નવા-નવા કીમિયા અપનાવી દારૂની હેરાફેરી કરતાં હોય છે. બીજી તરફ તેઓ યુવા ધનને દારૂના રવાડે ચડાવી પોતે કાળુ ધન કમાઈ રહ્યા છે અને યુવાનોનું જીવન ખરાબ કરી રહ્યા છે.   પોલીસે લાલ આંખ કરી આવા બુટલેગરો વિરૂદ્ધ હજુ વધુ કડક કાર્યવાહી કરવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments