Team Chabuk-Gujarat Desk: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા અગાઉ લેવાયેલી હેડ કલાર્ક, વર્ગ-૩ની લેખિત પરીક્ષા ગેરરીતીની ઘટનાને લઈને રદ કરવામા આવી હતી. જે અન્વયે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી પરીક્ષાની તારીખ આપી આજ રોજ પરીક્ષા યોજી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના ૭ જીલ્લાઓમાં ૭૭૬ કેન્દ્રો પર જાહેરાત ક્રમાંક ૧૯૦ હેડ કલાર્કની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા સફળતાપૂર્વક હાથ ધરી હોવાની વાત GSSSBના કાર્યકારી ચેરમેન એ.કે. રાકેશે ટ્વિટર મારફતે કરી છે.
હેડ ક્લાર્ક પરીક્ષામાં ૪૫% ઉમેદવારો હાજર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી હેડ ક્લાર્કની ૧૮૬ જગ્યાઓ માટે કુલ ૨,૪૧,૪૦૪ ઉમેદવારો નોધાયા હતા. આજ રોજ યોજાયેલી આ પરીક્ષામાં અંદાજિત ૧,૦૮,૫૯૪ (૪૫%) ઉમેદવારો હાજર રહ્યા હતા.
OMR આજે જ અપલોડ થશે
પરીક્ષા પૂર્ણ થતાં જ જીલ્લા વાર ઓએમમાર જેમ જેમ મળશે તેમ તેને સ્કેન કરી વેબસાઈટ પર વેબલીન્ક દ્વારા ઉમેદવારો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ ઓએમમાર આજે જ સ્કેન કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન એ.કે.રાકેશે પરીક્ષાના સુચારુ અને સફળ સંચાલન માટે જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તથા સંકળાયેલ તમામનાં કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમજ મીડિયા મિત્રોના સાથ સહકાર અને સકારાત્મક કવરેજ માટે આભાર માન્યો છે.
કેમ પરીક્ષા રદ થઈ, શું હતો મામલો?
ગત 12 ડિસેમ્બર, 2021ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા પૂર્ણ થયાના બે દિવસ બાદ આપના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર હિંમતનગરના ફાર્મ હાઉસમાંથી લીક થયું હોવાની રાવ કરી હતી. ત્યારબાદ હેડ ક્લાર્ક પરીક્ષાના પેપરો રૂ. ૧૦-૧૦ લાખમાં વેચાયાની ઘટના સામે આવી હતી. આ બનાવને લઈને સમગ્ર ગુજરાતમાં ભારે ઉહાપોહ મચ્યો હતો. આ ઘટનાએ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો હતો. જેના પરિણામે આસિત વોરાએ રાજીનામુ આપવું પડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત