Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ હવે સરકારી કર્મીઓ અને જનતાને ઘા આપવાનું સરકારે શરૂ કર્યું છે. આરોગ્ય કર્મચારીઓને સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારે જે નિર્ણય લીધો હતો તે પરત ખેંચી લેવામાં આવ્યો છે અને આરોગ્ય કર્મચારીઓને 2 મહિના સુધી સર્વેલન્સ પ્રોત્સાહન રૂપે મહિના 4 હજાર એમ બે મહિનાના 4-4 હજાર રૂપિયાની રકમ સરકારની તિજોરીમાં પરત જમા કરાવવા કહ્યું છે. સરકારના આ આદેશ બાદ ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓ, આ રકમ માટે અપાત્ર હોવાનું ઠરાવીને આરોગ્ય વિભાગે રિકવરી શરૂ કરી છે.
મહત્વનું છે કે, અગાઉ રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓને 4 હજારનું સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં મહિનાના 2 હજાર એમ બે મહિનાના 4 હજાર ચૂકવાયા હતા. પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચતા ચૂકવેલા રૂપિયા રિકવર કરવા પરિપત્ર જાહેર કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયતે પરિપત્ર કર્યો છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંગના પંચાયત સેવા હસ્તકના મલ્ટીપર્પજ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટી પર્પજ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર વર્ગ ત્રણ સંવર્ગના કર્મચારીઓ ગ્રેડ સુધારવાની માંગણી અન્વયે હડતાળ પર ઉતર્યા હતા. સરકાર દ્વારા ઉપરોક્ત ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેઓની સઘન સર્વેન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ 4000 રૂપિયા ઉચ્ચક રકમ સર્વે લેન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ હતું.
પરંતુ હવે પરિપત્ર બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે, ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. હાલ ફિક્સ પે કર્મચારીઓને અન્ય કોઈ ઠરાવ ન થાય ત્યાં સુધી સર્વેન્સ પ્રોત્સાહન આપી ન શકાય તેવું સ્પષ્ટ થાય છે. નવેમ્બર 2022 પેડ ઇન ડિસેમ્બર 2022 ના પેબીલે તમામ ફિક્સ પે મેળવતા કર્મચારીઓને સર્વેન્સ પ્રોત્સાહન આવકારેલા છે, જેની રિકવરી આપની કક્ષાએથી સત્વરે ઘટી કાર્યવાહી કરી અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
