Team Chabuk-Gujarat Desk: પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ને આજે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ના જામીન મંજૂર થતાં આજે સવારે 10 વાગ્યા બાદ સુરતની લાજપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાયોટિંગના કેસમાં PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ના જામીન મંજૂર કર્યા છે. શરતોને આધીન જામીન મળતા આજે પાંચ મહિના બાદ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ની જેલમુક્તિ થઈ છે.
અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ની જેલમુક્ત સમયે સુરતમાં PAAS સાથે સંકળાયેલા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ની જેલમુક્તિ થવાની હોવાથી સવારથી જ સુરતની લાજપોર જેલ બહાર યુવાનો એકઠાં થઈ ગયા હતા. અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) જેલમાંથી બહાર આવતાં જ યુવાનોએ તેનું ભવ્ય સ્વાગત કરીને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ના સમર્થનમાં નારા લગાવ્યા હતા.
હાર્દિક પટેલે કર્યું સ્વાગત
પાટીદાર અનામત આંદોલન સમિતિ PAASના કન્વીનર અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) પાંચ મહિના બાદ લાજપોર જેલમાંથી બહાર આવતો હોય તેના જુના સાથીઓ પણ જેલ બહાર સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ના જુના સાથે એવા હાર્દિક પટેલે (Hardik Patel) પણ લાજપોર જેલ બહાર હાજર રહીને અપ્લેશ કથીરિયા (Alpesh Kathiriya)નું સ્વાગત કર્યું હતું. હાર્દિક પટેલ (Hardik Patel) ઉપરાંત PAASના અન્ય સાથીઓ દિનેશ બાંભણિયા (dinesh bambhaniya), ગીતા પટેલ (geeta patel), ધાર્મિક માલવીયા (dharmik malaviya) સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેલમુક્ત થયેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)નું મિત્રો અને પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
હાર્દિક પટેલના સરકાર પર પ્રહાર
જેલમુક્ત થઈ રહેલા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)ને આવકારવા હાજર રહેલા હાર્દિક પટેલે (Hardik Patel) સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે, સરકાર સત્તાના દુરુપયોગ કરીને નિર્દોષ લોકોને જેલમાં ન મોકલે, જેથી રાજ્યનું વાતાવરણ ન બગડે અને લોકોનો સત્તા પરનો ભરોસો પણ નહીં ઉઠે. હાર્દિકે (Hardik Patel) કહ્યું કે, સરકાર ખોટા કેસ કરીને લોકોને દબાવીને હેરાન કરે છે. લોકતંત્રમાં દરેક વ્યક્તિને સત્તા સામે બોલવાનો અધિકાર છે. અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) લાંબા સમયથી જનતાનો અવાજ બનવાનો પ્રયાસ કરે છે.
જેલ બહાર આવ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)એ કહ્યું હતું કે, આગામી સમયની રણનીતિ હવે નક્કી કરીશું. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અંગે બોલતા અલ્પેશે કહ્યું કે, દરેક રાજકીય પક્ષોના સામાજિક રીતે મહત્વ હોય છે અને પક્ષો પોતાની રીતે ફરજ નીભાવતા હોય છે. રાજકીય પાર્ટીમાં જોડાવા અંગેના સવાલનો જવાબ આપતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya)એ કહ્યું કે, અમારી ટીમ સાથે બેસીને ચર્ચા કરીશું, ચાર-સાડાચાર મહિનામાં બહાર શું બન્યું છે વગેરે મુદ્દે ચર્ચા કરીને આગામી નિર્ણય લઈશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત