Team Chabuk-Gujarat Desk: કાશ્મીરની સાથે પાકિસ્તાન અવાર નવાર જૂનાગઢનો રાગ પણ આલાપ્યા કરે છે. ગત વર્ષે જ પાકિસ્તાનના નક્શામાં જૂનાગઢને દેખાડી વિવાદનો મધપૂડો છેડ્યો હતો. હવે ફરી જૂનાગઢની વાત સામે આવી છે. આ માટે કથિત પૂર્વ નવાબ મોહમ્મદ જહાંગીર ખાનને હથ્થો બનાવવામાં આવ્યો છે. પૂર્વ નવાબે પાકિસ્તાનના પીએમની સાથે વાત કરી છે કે વિશ્વના મંચો પર કાશ્મીરની આઝાદીની માગની માફક જૂનાગઢની આઝાદીની માગ પણ કરવામાં આવે.
રેડિયો પાકિસ્તાનના અહેવાલ પ્રમાણે ખાને આ અંગેનું નિવેદન જાહેર કર્યું છે. ખાને કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાને જૂનાગઢ ઉપર ચર્ચા કરવી જોઈએ. પાકિસ્તાનની સરકારે જૂનાગઢના મુદ્દાને એટલી જ સક્રીયતાથી ઉઠાવવો જોઈએ, જેટલો તેઓ કાશ્મીરના મુદ્દાને ઉઠાવે છે. સ્વયંભૂ નવાબે કહ્યું હતું કે, જૂનાગઢ પાકિસ્તાન છે. એ સપનું છે જે અમારા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જૂનાગઢના નવાબ રહી ચૂકેલા મોહબ્બત ખાને જોયું હતું. હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન ભારતના જૂનાગઢ પર કથિત કબ્જા અંગે અવાજ ઉઠાવે.
આ કબ્જો આંતરાષ્ટ્રીય કાયદાની વિરૂદ્ધમાં છે. આ પહેલા પાકિસ્તાને દેશનો નવો રાજનીતિક નક્શો જાહેર કર્યો હતો. ભારતની સાથે જે ક્ષેત્રોને લઈ વિવાદ પાંગર્યો છે, એ તેના પર પોતાનો દાવો ઠોકી શકે. આ નક્શામાં પાકિસ્તાને કાશ્મીર, સિયાચિન પર ખુલીને પોતાનો દાવો હોવાની વાત રાખી હતી. ચોંકાવનારી વાત એ હતી કે પાકિસ્તાનની ઈમરાન સરકારે કાશ્મીર જ નહીં પણ ગુજરાતના કેટલાક ભાગ પર પણ પોતાનો અધિકાર જતાવ્યો હતો. જેમાં જૂનાગઢ, જેનો 1948માં જનમત સંગ્રહ બાદ ભવ્ય વિલય થઈ ગયો હતો, તેને પણ પાકિસ્તાનમાં દેખાડ્યું હતું.
આઝાદી બાદ જ્યારે તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 500થી વધારે રજવાડાઓનું વિલય કરાવ્યું ત્યારે જૂનાગઢના નવાબ પાકિસ્તાનમાં વિલીનીકરણ ઈચ્છતા હતા. પણ જૂનાગઢમાં હિન્દુઓની વસતિ વધારે હતી. એ જાતિ ભારતમાં રહેવા ઈચ્છતી હતી. એ પછી જૂનાગઢનો નવાબ પરિવાર ઝીણાની સાથે સમજૂતી કરીને કેશોદ એરપોર્ટથી પાકિસ્તાન ભાગી ગયો હતો. જૂનાગઢના આ નવાબનું નામ નવાબ મોહમ્મદ મહાબત ખાન હતું. તેમના વંશજ મોહમ્મદ જહાંગીર ખાન અને અન્યને પાકિસ્તાનમાં પટ્ટાવાળા કરતા પણ ઓછો પગાર મળે છે. તેમની કફોડી સ્થિતિ હોવા છતાં તેઓ સપના ફરી જૂનાગઢના નવાબ બનવાના જુએ છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત