Team Chabuk-Gujarat Desk: સામાન્ય લોકોની મદદ કરી તેમના માટે દેવતા સમાન બની ગયેલા અને બોલિવુડ અભિનેતા સોનુ સૂદની ઓફિસ પર આઈટી વિભાગની ટીમ ત્રાટકી છે. આઈટી વિભાગની ટીમે સોનુ સૂદની મુંબઈની ઓફિસ પર દરોડો પાડ્યો છે. એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે એકાઉન્ટ બુકમાં ગડબડીના આરોપમાં આઈટી વિભાગની ટીમે સોનુ સૂદ અને તેમની કંપની સાથે જોડાયેલ અન્ય છ જગ્યાઓ પર કાર્યવાહી કરી છે.
આ ઘટનાને એ રીતે પણ જોડીને જોવામાં આવી રહી છે કે થોડા સમય પહેલા સોનુ સૂદે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે મુલાકાત કરી હતી. અહીં તેમને શાળા સાથે સંકળાયેલા પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. આ સમયે સોનુ સૂદ આમ આદમી પાર્ટીંમાં જોડાવાનો હોવાની અટકળો પણ વહેતી થઈ હતી. ખૂદ સોનુ સૂદે તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકતા જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી સાથે તેમની રાજનીતિને લઈ કોઈ પણ પ્રકારની ચર્ચા નથી થઈ. એ પછી સોનુ સૂદને ત્યાં આઈટી રેડ પડવાની ઘટનાને લોકો વિવિધ રીતે જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે કોરોના મહામારીમાં સોનુ સૂદ સામાન્ય લોકો માટે મસીહા સાબિત થયો હતો. સોનુ સૂદે જે લોકો પોતાના વતન પરત ફરવા માગતા હોય તેમના માટે બસની વ્યવસ્થા કરી આપી હતી. સોનું સૂદ અહીંથી નહોતો અટક્યો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લોકોની સહાયતા કરી હતી. જેમાં ઘણા લોકોના હોસ્પિટલનો ખર્ચ પણ તેણે ઉઠાવ્યો હતો. કેટલીય એવી સરકારો છે જેમણે સોનું સૂદની સાથે કામ કરવા માટે હાથ મિલાવ્યો છે. જેમાં દિલ્હી અને પંજાબની સરકારનો પણ સમાવેશ થાય છે. આ સિવાય સોનું સૂદે ગુડવર્ક જોબ એપ સ્કોલરશિપ પ્રોગ્રામ પણ શરૂ કર્યો છે. કોરોના મહામારી બાદ સોનું સૂદ દેશના 16 મહત્ત્વના શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવાના છે.
48 વર્ષીય સોનું સૂદ ભારતની મહત્વની ભાષાની ફિલ્મોમાં કામ કરે છે. જેમાં હિન્દી સિવાય તમિલ અને તેલુગુમાં તે વધારે સક્રિય છે. ટૂંક સમયમાં જ તેઓ અક્ષય કુમારની સામે પીરિયડ ડ્રામા ફિલ્મ પૃથ્વીરાજમાં પણ જોવા મળવાના છે. સપ્ટેમ્બર 2020માં સોનુ સૂદને કોરોના મહામારી દરમ્યાન તેમના માનવીય કાર્યો માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમે 2020 સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ એનાયત કર્યો હતો. તેઓ સોનુ સૂદ ચેરીટી ફાઉન્ડેશન પણ ચલાવી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત