Team Chabuk-Sports Desk: BCCIએ અન્ડર-19 વર્લ્ડકપ 2022 માટે 17 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. ભારતીય ટીમની કમાન યશ ઢૂલ સંભાળશે. 2022માં આઈસીસી અન્ડર-19 વર્લ્ડકપ વેસ્ટઇન્ડિઝમાં રમાશે. આ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની કમાન દિલ્હીનો યશ ઢુલ સંભાળશે. અખિલ ભારતીય જુનિયર પસંદગી સમિતિએ ICC અન્ડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરી છે.
યશની પસંદગી કેપ્ટન તરીકે થતાં તેના પિતાએ ખુશી વ્યક્ત કરી હતી. યશને ક્રિકેટર બનાવવા માટે તેમણે પોતાની નોકરી પણ છોડી દીધી હતી. તે હાલમાં એક કોસ્મેટિક બ્રાન્ડ માટે એક્ઝિક્યુટિવ તરીકે કામ કરી રહ્યાં છે.
ટુર્નામેન્ટની 14મી સિઝનમાં 16 ટીમો ભાગ લેશે અને 48 મેચો રમાશે. ભારતે 2000, 2008, 2012 અને 2018માં આ ટુર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કર્યો છે. 2016માં અને 2020માં પણ ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચી હતી.
ભારતીય ટીમ 15 જાન્યુઆરીએ ગુયાનામાં દક્ષિણ આફ્રિકા સામે તેની પ્રથમ મેચ રમશે. ત્યારબાદ આયર્લેન્ડ સામે 19મી જાન્યુઆરીએ અને યુગાન્ડા સામે 22મી જાન્યુઆરીએ ટકરાશે. ભારતને ગ્રુપ બીમાં રાખવામાં આવ્યું છે.
17 સભ્યોની મુખ્ય ટીમ ઉપરાંત પસંદગી સમિતિએ 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ પસંદગી કરી છે. યશ ઢૂલ સુકાનીની જવાબદારી સંભાળશે. તે દિલ્હીના જનકપુરીનો રહેવાસી છે. તેણે વિનુ માંકડ ટ્રોફીમાં 75.50ની એવરેજથી 302 રન બનાવ્યા હતા.
Here’s India’s squad for ICC U19 Cricket World Cup 2022 squad 🔽 #BoysInBlue
— BCCI (@BCCI) December 19, 2021
Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr
ભારતીય ટીમમાં કોણ કોણ ?
યશ ઢૂલ (કેપ્ટન), હરનૂર સિંઘ, અંગક્રિશ રઘુવંશી, એસ.કે રશીદ (વાઈસ-કેપ્ટન), નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનિશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્યા યાદવ (વિકેટકીપર), રાજ અંગદ બાઓ, માનવ પારખી, કૌશલ તાંબે, આર.એસ હંગરગેકર, વાસુ વત્સો, વિકી ઓસ્તવાલ, રવિ કુમાર અને ગર્વ સાંગવાન
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
