Homeતાપણુંમમતા પાસેથી એક સીટ આંચકવા ભાજપે 80 નેતાઓનો કાફલો ઉતારી દીધો

મમતા પાસેથી એક સીટ આંચકવા ભાજપે 80 નેતાઓનો કાફલો ઉતારી દીધો

Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળની બહુચર્ચિત ભવાનીપુર સીટ પર ત્રીસ સપ્ટેમ્બરના રોજ મતદાન થવાનું છે. જોકે આજે સોમવારે સાંજે આ સીટ પર પ્રચાર અભિયાનના ફૂંકેયાલ રણશીંગાનો અંત આવશે. એવામાં બંને પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન માટે કોઈ કસર બાકી ન રહી જાય તેવી અંતિમ હદ સુધી મહેનત કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ અહીં મમતા બેનર્જીના વિજયરથને આંતરવા માટે પોતાના 80 નેતાઓનો કાફલો ઉતારી દીધો છે. આ તમામ નેતાઓ જોરોશોરોથી અંતિમ સમય સુધી અહીં પ્રચાર કરશે. સામે ટીએમસીએ પણ તૈયારીઓ કરી લીધી છે. સીટ પર મમતા બેનર્જી ઉમેદવાર હોવાથી અને આ પહેલા ભાજપને આપેલી હારના કારણે તૃણમૂલ જોશમાં છે.

rps baby world

ભવાનીપુર સીટ પર થનારી પેટા ચૂંટણીમાં મમતા બેનર્જીની વિરૂદ્ધ ભાજપે પ્રિયંકા ટિબરેવાલને મેદાનમાં ઉતારી છે. ભાજપ આ સીટને કોઈ પણ ભોગે જીતવા ઈચ્છુક છે. એવામાં ભાજપે પોતાના દસ નેતાઓને તમામ વોર્ડમાં  પ્રચાર કરવાનો નિર્દેશ આપ્યો છે. જાણકારી મુજબ સવારના આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી પ્રચાર અભિયાનનું પ્રથમ ચરણ હશે. બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બીજું ચરણ પૂર્ણ થશે. આ સાથે જ ચૂંટણી અભિયાનનો દેકારો સ્થિતપ્રજ્ઞ થઈ જશે.

rps baby world

ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં ટીએમસીએ પણ પોતાના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓને પ્રચારકાર્યમાં આગળ કર્યાં છે. આ અંગે મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ પાર્ટીના મહાસચિવ અભિષેક બેનર્જીનું કહેવું છે કે, અમે એ વાતને લઈ આશ્વસ્ત છીએ કે મમતા બેનર્જી ભવાનીપુર સીટ પરથી મોટી સરસાઈ સાથે જીત મેળવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments