Team Chabuk-Sports Desk : પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં ભારતીય એથલેટ નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ જેવલીન થ્રો ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે પેરિસ ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ મેડલ સાથે નીરજ ચોપરા આઝાદ ભારતનો એક એવો એથલીટ બની ગયો છે, જેણે એથલેટિક્સ ઈવેન્ટમાં સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે. નીરજ ચોપડાએ 89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ કબજે કર્યો છે. આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમના નામે ગયો છે. નદીમે 92.97 મીટરના થ્રો સાથે ઓલિમ્પિક્સ રેકોર્ડ બનાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો છે.
નીરજ ચોપરાએ ટોક્યો બાદ પેરિસ ઓલિમ્પિક્સમાં પણ મેડલ જીતી સૌથી મોટો ઈતિહાસ રચી દીધો છે. નીરજ ચોપરાએ પેરિસમાં સિલ્વર મેડલ કબજે કર્યો છે. નીરજ પીવી સિંધુ બાદ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બીજો ભારતીય બની ગયો છે. નીરજે ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ તો પેરિસમાં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ચોપરાએ આ ઈવેન્ટમાં પ્રથમ થ્રો ફાઉન કર્યો હતો. ત્યારબાદ બીજા થ્રોમાં 89.45 મીટર દુર ભાલો ફેંક્યો હતો. જો કે ત્યારબાદના તમામ થ્રો ફાઉલ થયા હતા. આમ 89.45 મીટર દુર ભાલો ફેંકીને નીરજે સિલ્વર મેડલ કબજે કરી લીધો છે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા