Team Chabuk-International Desk: વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબની કમાન હવેથી ભારતીય મૂળ વ્યક્તિના હાથમાં આવી ગઈ છે. ગુગલ, માઈક્રોસોફ્ટ બાદ હવે યુટ્યુબના સીઈઓ પણ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે. યુ-ટ્યુબના સીઈઓ સુસાન વોઝિકી (Susan Wojcicki) એ રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યાએ ભારતીય મૂળના નીલ મોહન (neal mohan)ની નિમણૂક કરવામાં આવી છે. નીલ મોહન હાલમાં યુટ્યુબના ચીફ પ્રોડક્ટ ઓફિસર છે. સુસાન વોઝિકી (Susan Wojcicki) એ એક પત્ર લખીને પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તે પોતાના જીવનના નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તે પોતાના પરિવાર, હેલ્થ અને પર્સનલ પ્રોજેક્ટને લઈને નવું કામ કરશે.
નીલ મોહનને શુભેચ્છા આપતાં સુસાન વોઝિકીએ કહ્યું કે અમે શોર્ટ્સ, સ્ટ્રીમિંગ અને સબસ્ક્રિપ્શનમાં જે કરી રહ્યા છીએ તે શાનદાર છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વાયદાની સાથે, યુટ્યુબની સૌથી રોમાંચક સફર આગળ છે. અને નીલ અમારું નેતૃત્વ આ કરવા માટે સાચી વ્યક્તિ છે.
કોણ છે નીલ મોહન
મૂળ ભારતીય નીલ મોહનનો જન્મ 1976માં થયો હતો. નીલ મોહને વર્ષ 1996 માં યુએસએની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. 2005માં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ પૂર્ણ કર્યું. મોહનને 2015માં YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે YouTube પર ચીફ પ્રોડક્ટ ઓફિસરની ભૂમિકામાં શોર્ટ્સ, સંગીત અને સબ્સ્ક્રિપ્શન્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. બહુ ઓછા લોકો જાણે છે કે નીલ મોહનને ટ્વિટર તરફથી નોકરીની ઓફર પણ મળી હતી. ગૂગલને આ વાતની જાણ થતાં જ ગૂગલે તેમને રોકવા માટે બોનસની જાહેરાત કરી હતી. બોનસ આપીને ગૂગલે તેને ત્રણ વર્ષ માટે રોકી દીધા હતા. ગૂગલે તેને 544 કરોડ રૂપિયાનું બોનસ પણ આપ્યું હતું.
સુસાને કહ્યું કે, નીલ મોહન એક શાનદાર લીડર છે અને તે આ વાતને કોઈનાથી પણ વધારે સારી રીતે સમજે છે કે આ પ્લેટફોર્મને હજુ વધુ સારું ભવિષ્ય જોઈએ. સુસાને કહ્યું કે તે ટ્રાન્જિશન પીરિયડને કંપનીમાં ચાલુ રહેવા દેશે અને નીલ મોહનને મદદ કરતી રહેશે. સુસાન હાલમાં ગૂગલ અને આલ્ફાબેટમાં સલાહકાર તરીકે કામ કરશે. તેમણે કહ્યું કે તેમને આજે પણ યુટ્યુબને લઈને તેટલો જ વિશ્વાસ છે જેટલો 9 વર્ષ પહેલાં હતો. યુ-ટ્યુબના શાનદાર દિવસો હવે આવવાના છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત