Team Chabauk-Gujarat Desk: પાટણમાં વીસ વર્ષથી ચાલતા દાંપત્યજીવનમાં ખટાશ ઉમેરાતા ત્રણ બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. ગૃહકલેશથી કંટાળીને પતિએ પહેલા તો પત્નીની કરપીણ હત્યા નીપજાવી નાખી હતી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. પાટણની સુરમ્ય રેસિડન્સીમાં આ ઘટના બનતા આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા છે.
ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ પતિ કનુજી અને પત્ની જ્યોત્સનાના લગ્નને વીસ વર્ષ થઈ ગયાં હતાં. બંનેનું લગ્નજીવન સમતોલનભર્યું ચાલતું હતું. એવામાં ગૃહકલેશ પાંગર્યો. પત્ની પોતાના ત્રણે બાળકોને લઈ પીયરમાં ચાલી ગઈ. એવામાં પત્ની પોતાના બાળકોને પીયરમાં છોડી ફરી પાટણ ખાતેના ઘરે આવી હતી. પત્નીને તો ખબર પણ નહોતી કે આ તેનો અંતિમ દિવસ છે.
મગજમાં હજુ પણ જુનો ખાર રાખેલા કનુજીએ પ્રથમ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. સાડા બાર વાગ્યાની આસપાસ ભત્રીજો જ્યારે ટિફિન લેવા માટે ગયો ત્યારે તેને જાણ થઈ હતી કે કનુજીએ પરિવારનો માળો વીખી નાખ્યો છે.
પોલીસને બાતમી મળતા તે ઘટનાસ્થળે પહોંચી હતી જ્યાં તેમને ખબર મળી હતી કે ત્રિશૂળ અથવા તો છરી જેવા હથિયારના જોરદાર ઘા મારી પતિ કનુજીએ પત્નીને રહેંસી નાખી છે. એ પછી પોતે જાતે દવા પી આત્મહત્યા કરી લીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે હત્યારા કનુજીએ પત્નીને છરીથી મારી નાખી છે. પોલીસે પરિવારનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જ્યોત્સનાબહેનના પિતાએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી છેલ્લા દોઢેક વર્ષથી ગૃહ કંકાસથી કંટાળીને તેમના ઘરે રહેતી હતી.
પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે પતિએ હત્યા કરવાનું આગોતરુ આયોજન કર્યું હોવું જોઈએ, કારણ કે કનુજી ક્યાંય ભાગવાને બદલે લાશની સાથે જ ઝેરી દવા પી ઉંઘી ગયો હતો. હાલ તો આ ઘટનાએ સમગ્ર પાટણને હતભ્રત કરી નાખ્યું છે. પણ પતિના ગુસ્સાના કારણે ત્રણ બાળકો માતા પિતાની છત્રછાયા વિહોણા બન્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત