Team Chabuk-Political Desk: ‘કોઈ અધિકારી કામ નહીં કરે તો ચૌદમું રતન બતાવતા ખચકાઈશ નહીં અને કલેક્ટર પોલીસને ગજવામાં રાખું છું’ જેવો ભૂતકાળમાં બેફામ વાણી વિલાસ કરનારા મધુ શ્રીવાસ્તવ ફરી ચર્ચામાં છે. કોઈ પણ પોલિટિકલ ઘટના બને અને તેમાં વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવનું નિવેદન ન આવે ત્યાં સુધી એ રાજકીય ઘટનાને અધૂરી જ લેખવાની રહી.
મધુભાઈએ આપેલા નવા નિવેદને એક જ દિવસમાં ગુજરાતની રાજનીતિને હચમચાવી મૂકી છે. તેમનું કહેવું છે કે, ‘બધા માટે નો રિપીટ થીયરી આવશે મારા માટે નહીં. હું છ વખત જીત્યો છું, સાતમી વખત પણ લડીશ અને જીતીશ.’
અવારનવાર વિવાદિત નિવેદનો આપી ચર્ચામાં રહેનારા મધુભાઈ શ્રીવાસ્તવનું આ નિવેદને પણ આગ પકડી હતી. કદાવર નેતાઓ માટે અને મંત્રીઓ માટે નો રિપીટ થીયરી ભાજપે અમલી બનાવી છે, તો શું ભાજપ આવનારી ચૂંટણીમાં પણ મધુ શ્રીવાસ્તવને રિપીટ કરશે કે પછી પોતાની થીયરીની અમલવારી કરશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે.
વાઘોડિયાના ધારાસભ્યએ પ્રધાનમંત્રીને જન્મદિવસની શુભકામનાઓ આપતા વિશ્વાસ સાથે કહ્યું હતું કે, ભાજપે નો રિપીટ થીયરી અપનાવી છે, તેના માટે હું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપું છું. મોદીજીના જન્મદિવસે તેઓ વર્ષો સુધી જીવતા રહે તેવી શુભમકાનાઓ પાઠવું છું. હું તો છ વખત ચૂંટણી જીત્યો છું અને સાતમી વખત પણ લડીશ અને જીતીશ.
વધુમાં તેમણે ભાજપને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, ભાજપમાં રહીને ચૂંટણી લડીશ. મારૂ બેનર પણ છે અને ભાજપનું પણ છે, બંને મળીને લડવાના છીએ. હું વાઘોડિયાથી જ લડવાનો છું અને 101 ટકા લડીને જીતવાનો છું. ભાજપને સપોર્ટ કરું છું, ભાજપમાં છું અને રહેવાનો છું. મને ટિકિટ આપવાના છે અને જીતવાનો છું, તે નક્કી છે.
ભાજપમાં જૂના નેતાઓને હડસેલી નવાઓને તક આપી વસંત લાવી દીધી છે. પણ આ વાત મધુ શ્રીવાસ્તવને લાગુ નથી પડતી, તેમણે જણાવ્યું હતું કે, હું તો હજુ 27થી 28 વર્ષનો જ લાગુ છે, મારી ઉંમર વધારે થઇ નથી. એટલે હજી પણ લડી શકુ છું અને હજી પણ હું જવાન જ છું. બધા માટે નો રીપીટ થિયરી આવશે પણ મારા માટે નો રિપીટ થિયરી નહીં આવે. આ વખતે હું 25થી 30 હજાર વોટથી ચૂંટણી જીતીશ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત