Team Chabuk-Gujarat Desk: માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાવવામાં આવેલી રૂબરૂ ચકાસણી સંદર્ભે ઈન્સ્પેક્શન રિપોર્ટમાં મળેલ સુચનો મુજબ નાયતા બ્રીજ જર્જરીત અને જોખમી હોવાથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ન થાય તે માટે જાહેર હિતમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા તાત્કાલિક અસરથી ૨૫ ટનથી વધુ વજનના ભારે વાહન, આ બ્રીજ ઉપરથી પસાર થવા પ્રતિબંધિત ફરમાવવામાં આવ્યો છે.
કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ, પાટણની કચેરી હસ્તકના શિહોરી-પાટણ રોડ કિ.મી.૯/૪૬૦ થી ૩૪/૦૦ (રાજ્ય ધોરી માર્ગ-૧૩૦) પર કિ.મી.૨૦/૮૦૦ થી ૨૧/૦૦ પર આવેલ મેજર બ્રીજ (નાયતા બ્રીજ)નું આલેખન વિભાગ માર્ગ અને મકાન વર્તુળ દ્વારા તા.૦૩/૦૪/૨૦૨૧ના રોજ રૂબરૂ ચકાસણી કરવામાં આવેલ. જે મુજબ આલેખન વિભાગ દ્વારા તેઓની કચેરીએ મળેલ ઈન્સ્પેક્શન રીપોર્ટમાં મળેલ સૂચનો દ્વારા સદર બ્રીજ જર્જરીત અને જોખમી માલુમ પડેલ હોઈ, સદર બ્રીજ પરથી પસાર થતાં ૨૫ ટનથી વધુ વજનના (કુલ વજન) ભારે વાહનોની અવર જવર પ્રતિબંધિત કરવા સૂચવવામાં આવ્યું હતું
માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવેલી દરખાસ્તના પગલે પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી)થી મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લાના શિહોરી- પાટણ રોડ કિ.મી.૯/૪૬૦ થી ૩૪/૦૦ (રા.ધો.મા.-૧૩૦)પર કિ.મી.૨૦/૮૦૦ થી ૨૧/૦૦ પર આવેલ મેજર બ્રીજ (નાયતા બ્રીજ) જર્જરીત અને જોખમી માલુમ પડેલ હોઈ, સદર બ્રીજ પરથી ૨૫ ટનથી વધુ વજનના (કુલ વજન) ભારે વાહનોની અવર જવર પ્રતિબંધિત રહેશે તેમ ફરમાવવામાં આવ્યું છે.
તેમજ આવા ભારે વાહનોએ હાલના હયાત રૂટ (૧) મેલુસણ- નાયતા- કાંસા- શિહોરી ત્રણ રસ્તા – પાટણને બદલે વૈકલ્પિક રૂટ મેલુસણ- ધનાસરા- કાનોસણ- એદલા-વાગડોદ- ડીસા હાઈવેથી વડુ થઈ શિહોરી ત્રણ રસ્તા- પાટણ તરફ ડાયવર્ટ કરવા તેમજ હયાત રૂટ (૨) કંબોઈ- મેલુસણ- નાયતા- કાંસા- શિહોરી ત્રણ રસ્તા – પાટણને બદલે વૈકલ્પિક રૂટ (૧) કંબોઈ- દુદાસણ- ઉંદરા- સાંપ્રા- સરીયદ- સરીયદ-કાંસા શિહોરી ત્રણ રસ્તા પાટણ અને વૈકલ્પિક રૂટ (૨) કંબોઈ- રાનેર- સમૌ- ભાટસણ- વાગડોદ- વડુ- શિહોરી ત્રણ રસ્તા – પાટણ તરફથી અવર – જવર કરવા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.૧૧.૧૦.૨૦૨૧ થી તા. ૧૦.૧૦.૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૩૧ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત