Team Chabuk-Gujarat Desk: આજે ઘણાં એવા બાળકો છે કે જેઓ પોતાનું બાળપણ રમકડાંઓ અને સારાં સારાં કપડાં પહેરીને વિતાવતાં હોય છે, પરંતુ એવાં પણ અસંખ્ય બાળકો છે કે જેઓ પોતાનું બાળપણ રમકડાં વગર વિતાવતાં હોય છે. બાળકો દિલના સાચાં હોય છે. બાળકના સ્મિતમાં સમસ્ત બ્રહ્માંડ સમાયેલું હોય છે. જ્યારે બાળકો હસે છે ત્યારે આસપાસનું વાતાવરણ પણ ખુશીઓથી છલકાઇ ઉઠે છે. પરંતુ આ ત્યારે જ શકય બને છે કે જ્યારે બાળકની પાસે રમકડાં હોય ત્યારે આવા બાળકો પોતાનું બાળપણ રમકડાં સાથે વિતાવે અને રમકડાં સાથે રમી શકે તે માટે મહીસાગર-લુણાવાડાના જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમાર બંસલએ ૭૫મા સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે આવા બાળકોના ચહેરા પર મુસ્કાન લાવવાના ઉમદા ભાવથી “ખિલૌના ખુશીયો કા” અને મિશન ઉમ્મીદ નામના બે સંવેદનશીલ પ્રોજેકટની જાહેરાત કરી હતી.
કલેકટર ડૉ. મનિષકુમારનો આ પ્રોજેકટ શરૂ કરવાનો પાછળનો મુખ્ય ઉદ્દેશ આવા બાળકોને રમકડાં મળી રહે અને તેની સાથે બાળકો રમીને તેમના ચહેરા પર ખુશી અને સ્મિત લાવવાનો છે. બાળકને પોતાનાપણું જોઇએ જેની સાથે તે પોતાના સપનાની વાત વહેંચી શકે. જે એની પાંખો પર પડેલી ધૂળને ખંખેરી આકાશની ઊંચાઈઓ સુધી ઉડાડે તેવો જાદુગર જોઇએ, એની સાથે થોડો સમય વિતાવવાવાળો પોતાનો માણસ જોઇએ બાળકને પૈસા ના જોઇએ પણ બાળકને પ્રેમ અને હૂંફ આપવાવાળા જોઇએ જે આપવાનું કામ કલેકટર ડૉ. મનિષકુમારએ “ખિલૌના ખુશીયો કા” ની યોજનાથી શરૂ કર્યુ.
કલેકટર ડૉ. મનિષકુમારની આ યોજનામાંથી પ્રેરણા લઇને કલેકટર કચેરીના તમામ અધિકારીઓ/કર્મચારીઓએ સંતરામપુર તાલુકાના સાતકુંડા તથા આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ બાળકોને રમકડાં અને કપડાંનું વિતરણ કરીને સ્તુત્ય પગલું ભરીને અન્ય અધિકારીઓ/કર્મચારીઓને તેમજ સમાજને પ્રેરણા પૂરી પાડી છે. હાલ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આવાં બાળકોને જયારે નવાં-નવાં કપડાં અને રમકડાં મળે ત્યારે આ બાળકોના ચહેરા પર આનંદ જોવા મળતાં અધિકારીઓ/કર્મચારીઓના ચહેરા પર આનંદની લાગણી છવાઇ જવા પામી હતી.
અધિકારી/કર્મચારીઓ દ્વારા જ્યારે બાળકોને કપડાં અને રમકડાંનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અધિકારી/કર્મચારીઓએ બાળકને નવાં કપડાં બરાબર આવી રહે તે માટે બાળકોને માપીને નવા કપડાં આપવામાં આવ્યા હતા તો કેટલાંક બાળકોએ તરત આ નવાં કપડાં પહેરી પણ લીધા હતા ત્યારે આ અધિકારી/કર્મચારીઓના ચહેરા પર એક અનોખી ખુશીની લહેર છલકાઇ જતી જોવા મળતી હતી.
અહીં ખાસ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, જિલ્લા કલેકટર ડૉ. મનિષકુમારએ જ્યારથી મહીસાગર-લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમનામાં બાળકો પ્રત્યે એક અનેરો લગાવ હોય તેમ બાળકોને તેઓ દિલથી ચાહે છે. તેઓ માને છે કે, બાળકને પોતાને પોતાની સાથે થોડો સમય વિતાવવાવાળો પોતાનો માણસ જોઇએ, એને રમકડાં જોઇએ, પૈસા ના જોઇએ પણ એનામાં હૂંફ અને પ્રેમ આપવાવાળો માણસ જોઇએ. એટલે જ તેમણે “ખિલૌના ખુશીયો કા” ની યોજના શરૂ કરી અને કલેકટર કચેરીએ મુલાકાત આવતાં મુલાકાતીઓની સાથે આવતાં બાળકોને રમકડાં આપીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરી રહ્યાં છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત