Homeગામનાં ચોરેપેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ સમિતિનું ગઠન કર્યું

પેગાસસ જાસૂસી મામલે સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ સમિતિનું ગઠન કર્યું

Team Chabuk-Gujarat Desk: પેગાસસ જાસૂસી કેસની સ્વતંત્ર તપાસ માટે સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ આદેશ જાહેર કર્યો છે. ટોચની અદાલતે ત્રણ સભ્યોની વિશેષજ્ઞ કમિટીનું ગઠન કર્યું છે. જેની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ આર.વી રવીન્દ્રન કરશે. આ સિવાય પૂર્વ આઈપીએસ અધિકારી આલોક જોશી અને ડૉ. સંદીપ ઓબેરોય (પ્રોદ્યોગિકી વિશેષજ્ઞ) કમિટીના અન્ય સભ્યો હશે. સુપ્રીમ કોર્ટે કમિટીને આરોપોની પૂરી રીતે તપાસ કરવા અને અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવા આઠ અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પેગાસસની સત્યતાની તપાસ માટે કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. અંગતતા અધિકારના ઉલ્લંઘનની તપાસ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારતના નાગરિકોના નિરીક્ષણમાં વિદેશી એજન્સીની સંલિપ્તતા એક ગંભીર ચિંતાનો વિષય છે.

સુપ્રીમ કોર્ટ કાર્યવાહી પર નજર રાખશે

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દામાં કેન્દ્ર સરકાર દ્વારા કોઈ વિશેષ ખંડન કરવામાં આવ્યું નથી. આ પ્રકારે અમારી પાસે અરજીકર્તાની દલીલોને પ્રાથમિક દૃષ્ટીએ સ્વીકાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી અને અમે એક વિશેષજ્ઞ સમિતિનું ગઠન કરીએ છીએ. જેનું કાર્ય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા જોવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર કેન્દ્ર સરકાર દ્વારા પોતાના બચાવમાં રાષ્ટ્રીય સુરક્ષાના તર્કને ઉઠાવવા પર આપત્તિ વ્યક્ત કરી હતી.

નાગરિકોની ગોપનિયતા જરૂરી

સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, આ માહિતી અને પ્રોદ્યોગિકીનો યુગ છે અને આ આપણા દૈનિક જીવન માટે મહત્વપૂર્ણ છે. સાથે જ નાગરિકોની ગોપનિયતાની રક્ષા કરવી પણ એટલું જ મહત્વનું છે. જ્યારે અંગતતાના અધિકાર પર પ્રતિબંધ લગાવવામાં આવે છે, ત્યારે તેને સંવૈધાનિક સુરક્ષાના ઉપાયોથી બંધાયેલું હોવું જોઈએ. સુપ્રીમ કોર્ટે એ પણ કહ્યું કે, અંગતતા પર પ્રતિબંધ માત્ર રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં આતંકવાદી ગતિવિધિઓને અટકાવવામાં લગાવી શકાય.

ન માત્ર પત્રકાર

ટોચની અદાલત દ્વારા વર્તમાન સમયનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું કે, આપણે માહિતીના યુગમાં રહીએ છીએ. આપણે સમજવું જોઈએ કે પ્રોદ્યોગિકી મહત્વપૂર્ણ છે. ગોપનિયતાના અધિકારની રક્ષા કરવી મહત્વપૂર્ણ છે. ન માત્ર પત્રકાર વગેરે પણ તમામ નાગરિકોની ગોપનિયતા મહત્વની છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, કોઈ પર નિરીક્ષણ, લોકોના અધિકાર, સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતાને પ્રભાવિત કરે છે. કોર્ટે કહ્યું કે, આ પ્રકારના નિરીક્ષણમાં પ્રેસના અધિકાર પર પ્રભાવ પડી શકે છે.

ત્રણ જજની બેચે આદેશ જાહેર કર્યો

મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ત્રણ જજની બેચે આદેશ જાહેર કર્યો હતો. આ બેચમાં મુખ્ય ન્યાયાધીશ એનવી રમન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટીસ હિમા કોહલીનો સમાવેશ થાય છે. બીજી બાજુ પેગાસસ જાસૂસી કાંડને લઈને 12 અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં વકીલ એમએલ શર્મા, માકપા સાંસદ જ્હોન બ્રિટાસ, પત્રકાર એન રામ, પૂર્વ આઈઆઈએમ પ્રોફેસર જગદીપ ચોક્કર, નરેન્દ્ર મિશ્રા, પરંજોય ગુહા ઠાકુરતા, રુપેશ કુમાર સિંહ, એસએનએમ આબ્દીસ પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હા અને એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાનું નામ સામેલ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments