Team Chabuk-Gujarat Desk: વરસાદની સિઝનમાં બીજું બધું તો જોવા મળે જ છે પણ જીવસટોસટના દૃશ્યો પણ કેમેરામાં કેદ થઈ જાય છે. જ્યાં પાણી ભરાયા હોય ત્યાંથી ગાડી નીકળી જશે તેવા અતિ-આત્મવિશ્વાસમાં ગરકાવ કેટલાક વ્યક્તિઓ પોતાના જીવની સાથે ચેડા કરી બેસે છે. આવી જ એક ઘટના પાટણમાં બની હતી. જોકે કુદરતનો ઉપકાર માનવો રહે કે એ વ્યક્તિને કશું થયું નહીં.
આ ઘટના બની છે સિદ્ધપુર ગ્રામ્યવિસ્તારમાં. છેલ્લા કેટલાય સમયથી અહીં ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સિદ્ધપુરના ગાંગલાસણ અને ખડિયાસણની મધ્યમાં આવેલી મોહિની નદીમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદના પરિણામે ગ્રામ્ય વિસ્તારો અને માર્ગો પર પાણી ફરી વળ્યાં છે અને જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.
પાણીના આટલા ભયંકર પ્રવાહની વચ્ચે એક વ્યક્તિએ પોતાની બાઈક કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બાઈક કાઢવાના પ્રયાસમાં પાણી આગળ તેનું જોર ઓસરી ગયું હતું. ધીમે ધીમે તેની ગાડી તણાવા લાગી હતી. જો કે સદભાગ્ય કે બાઈક સવાર બચી ગયો હતો. બાઈકને છોડી બહાર આવી જતા તેનો જીવ બચી ગયો હતો. જે ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
આ વીડિયો સોમવારે પડેલા ભારે વરસાદ બાદનો છે. જ્યાં પાણીના પ્રવાહમાં ઘુસેલા વ્યક્તિએ બાદમાં પોતાનો જીવ બચાવવા માટે મહેનત કરવી પડી હતી. પાટણ જિલ્લામાં હાલ મેઘરાજા સાંબેલાધાર બની વરસી રહ્યા છે. સિદ્ધપુરમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતા મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત