Homeગામનાં ચોરેમાઈક્રોસોફ્ટ Windows 11 લોન્ચ કરશે, જાણો શું નવું હોઈ શકે છે

માઈક્રોસોફ્ટ Windows 11 લોન્ચ કરશે, જાણો શું નવું હોઈ શકે છે

Team Chabuk-Tach Desk:  પરિવર્તન ટેકનોલૉજીનો નિયમ છે !  જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ટેકનોલોજી વધુ વિકસિત થઈ રહી છે. લોકોનું કામ સરળ બનાવવા માટે મોબાઈલ, લેપટોપ કે અન્ય ટેકનોલોજીમાં સમયાંતરે પરિવર્તને કરાઈ રહ્યા છે. આ રેસમાં માઈક્રોસોફ્ટ પણ પાછળ નથી તે પણ પોતાના યુઝર્સ માટે સતત કંઈક નવું લાવવા માટે હંમેશા પ્રયાસ કરતી રહે છે. 

માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં વધુ એક વિન્ડોઝ સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહી છે. માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં જ કમ્યૂટર યુઝર્સ માટે Windows 11 લોન્ચ કરવા જઈ રહી છે. કંપની 24 જૂને એક ઈવેન્ટમાં Windows 11ને લોન્ચિંગ કરશે. આ ઈવેન્ટમાં માઈક્રોસોફ્ટના CEO અને ચેરમેન સત્ય નડેલા ઉપરાંત ચીફ પ્રોડક્ટ ઓફિસર પૈનોસ પનાય સામેલ થઈ શકે છે.

Windows 11ના લોન્ચિંગ પહેલાં કેટલીક ડિટેઈલ સામે આવી છે. વિન્ડોઝ 11નું કોડનેમ Sun Valley હોઈ શકે છે. જેમાં કેટલાય પ્રકારના બદલાવ જોવા મળશે. જેમ કે આ વિન્ડોમાં એક નવું સ્ટાર્ટ મેનું હશે. આ ઉપરાંત ફાઈલ એક્સપ્લોરલ મેનુ જેમ કે UIના મેન એલિમેન્ટ્સને રાઉન્ડેડ કોર્નસ સાથે અપાઈ શકે છે. નવા અપડેટ સાથે નવો વિન્ડોઝનો નવો લોગો પણ આવી શકે છે.

મળતી માહિતી મુજબ નવા વિન્ડોમાં સૌથી મોટો બદલાવ ટાસ્કબારનો હશે. ટાસ્કબારને હવે સેન્ટરમાં લવાઈ શકે છે જેમાં નવું સ્ટાર્ટ બટન અને મેનુ મળી શકે છે. સ્ટાર્ટ મેનું લાઈવ ટાઈલ્સ વગર હોઈ શકે છે. જેમાં પિન્ડ એપ્સ, રિસન્ટ ફાઈલ્સ અને વિંડોઝ 11 ડિવાઈસિઝ માટે ક્વીક શટ ડાઉન અને રિસ્ટાર્ટ બટન અપાઈ શકે છે.

Windows 11ને માત્ર Windows 10ના યુઝર્સ માટે જ નહીં પરંતુ  Windows 7 અને Windows 8.1ના યુઝર્સ માટે પણ ફ્રી અપગ્રેડ પ્રમાણે અપાઈ શકે છે. માઈક્રોસોફ્ટને પહેલાં પણ Windows 10નું Windows 7 અને Windows 8 માટે ફ્રી અપગ્રેડ આપ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments