Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક બનાવ બન્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં ભાજપના યુવા નેતાનું હાર્ટ એટેકથી મોત થયું છે. પાટડી શહેર ભાજપના ઉપપ્રમુખ અને પાટડી નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થયું છે. ભાજપના યુવા નેતાનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનો ઉપરાંત રાજકીય આગેવાનોમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. રાજુભાઈ ઠાકોરના નિધન બાદ ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનો પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, પાટડી શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘરે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓને હાથમાં દુઃખાવો શરૂ થયો હતો. આથી તેઓ બાઈક લઈને પાટડીની સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. જોકે હોસ્પિટલના બાકડે જ તેમને હાર્ટ એટેક આવતા બાંકડા પર જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થયું હતું.
રાજુભાઈ ઠાકોરના નિધનથી પરિવારજનો સહિત ગામના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. 39 વર્ષની નાની ઉંમરે જ હાર્ટ એટેકથી રાજુભાઈ ઠાકોરનું મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ