Homeગામનાં ચોરેચંદ્રયાનનું સફળ લોંન્ચિંગ, જાણો લોન્ચિંગથી લેન્ડિંગ સુધીના 10 મહત્વના તબક્કા

ચંદ્રયાનનું સફળ લોંન્ચિંગ, જાણો લોન્ચિંગથી લેન્ડિંગ સુધીના 10 મહત્વના તબક્કા

Team Chabuk-National Desk: ચંદ્રયાન-3એ ચંદ્ર તરફ ઉડાન ભરી છે. ચંદ્રયાન-3નું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી બપોરે 2.35 કલાકે LVM3-M4 રોકેટ દ્વારા તેને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 મિશન પાછળ 615 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. એટલે કે 23 ઓગસ્ટ આસપાસ ચંદ્રયાન લેન્ડ કરશે. ચંદ્રયાન-3માં ત્રણ ભાગ રાખવામાં આવ્યા છે. એક સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, બીજુ લેન્ડર અને ત્રીજુ રોવર. પ્રોપલ્શન મોડ્યુલ છે તે પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે.મહત્વનું છે કે, ચંદ્રયાન-2માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જોડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે.

chadrayan 3

લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જો કોઈ જોખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

કુલ 10 તબક્કામાં ચંદ્રયાન-3 ચંદ્ર સુધી પહોંચશે. આ 10 તબક્કાને ટૂંકમાં સમજો.

લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે.
લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ. જેમાં ટ્રેઝેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે સ્પેસક્રાફ્ટ સોલર ઑર્બિટથી થઈને ચંદ્ર તરફ વધવા લાગે છે.
લૂનર ઑર્બિટ ફેઝ (LOI). એટલે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-3 મોકલવામાં આવશે.
જેમાં સાત અને આઠ વખત ઑર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કરી દેશે.
પ્રોપલ્શન મોડ્યૂલ અને લૂનર મોડ્યૂલ એકબીજાથી અલગ થશે.
ડી-બૂસ્ટ ફેઝ એટલે જે દિશામાં જઈ રહ્યા છે, તેમાં ગતિને ઓછી કરવી.
પ્રી-લેન્ડિંગ એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાશે.
લેન્ડિંગ કરાવાશે
લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થઈ રહ્યા હશે.
પ્રોપલ્શન મોડ્યૂલનું ચંદ્રની 100 કિમીની કક્ષામાં પરત પહોંચશે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments