Homeગામનાં ચોરેકુનો નેશનલ પાર્કમાં 8માં ચિત્તા સૂરજનું મોત, જાણો હવે પાર્કમાં કેટલા ચિત્તા...

કુનો નેશનલ પાર્કમાં 8માં ચિત્તા સૂરજનું મોત, જાણો હવે પાર્કમાં કેટલા ચિત્તા છે

Team Chabuk-Gujarat Desk: કુનો નેશનલ પાર્કમાં વધુ એક ચિત્તાનું મોત થયું છે. આ ઘટનાને પગલે વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. ચિંતાજનક બાબત એ પણ છે કે આ પાર્કમાં અત્યાર સુધીમાં પાંચ ચિત્તા અને ત્રણ બચ્ચાના મૃત્યુ થયા છે. પરિણામે હવે માત્ર 15 ચિત્તા અને એક જ બચ્ચું રહ્યું હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. જેને લઈને પાર્કની વ્યવસ્થા અને કામગીરી સામે સો મણનો સવાલ ઉભો થયો છે.

બે દિવસ અગાઉ પાર્કમાં તેજસ નામના ચિત્તાનું મોત થયું હતું. સૂત્રો જણાવી રહ્યા છે કે તેજસ નામના આ ચિતા અને સુરજ વચ્ચે અગાઉ લડાઈ થઇ હતી. આ લડાઈમાં તેજસની ગરદન પર ઊંડા ઘા લાગ્યા હતા. તો સુરત પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો જેમાં તેમનું મોત થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. તો વધુ એક અગ્નિ નામના ચિત્તાને પણ પગમાં ઇજા થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સારવાર કારગત ન નિવડતા તેજસનું 11 જુલાઈના રોજ મોત

નેશનલ પાર્કની વાત કરવામાં આવે તો ત્રણ દિવસ અગાઉ એટલે કે 11 જુલાઈના રોજ કુનો નેશનલ પાર્કમાં સંબંધિત વિભાગની ટીમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન તેજસ નામનો ચિત્તો ગંભીર રીતે ઘાયલ થયેલ જોવા મળ્યો હતો. જેની ગરદન પર ઊંડા ઘા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં તે મોનિટરિંગ ટીમની નજરે ચડ્યો હતો. બાદમાં તેને તાત્કાલિક હેડક્વાર્ટરમાં લઈ જઈ ડોક્ટરની મદદ માટે જાણ કરાઈ હતી. ત્યારબાદ તબીબોની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી અને ઘાવનું નિરીક્ષણ કર્યા બાદ સારવાર હાથ ધરાઈ હતી. જોકે સારવાર કારગત ન નિવડતા તેજસનું 11 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યાની આસપાસ મોત નીપજ્યું હતું. બાદમાં વધુ એક ચિત્તાનું મોત થતા ચિંતા ઘેરી બની છે.

પીઠ અને ગરદન પર ઉઝરડા

અધિકારીએ જણાવ્યું કે, પશુ ચિકિત્સકો અને વન અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સવારે 9 વાગ્યે દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે, ફ્રી ઝોનમાં દીપડાનું મોત થયું હોય તેવી આ પહેલી ઘટના છે. અધિકારીએ કહ્યું કે તેની પીઠ અને ગરદન પર ઈજાના નિશાન છે.

બીજી તરફ, 11 જુલાઈના રોજ, મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP)માં વધુ એક નર ચિત્તાનું મૃત્યુ થયું હતું. મોનિટરિંગ ટીમને નર ચિત્તો તેજસ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. આ પછી તેની સારવાર કરવામાં આવી પરંતુ તે પછી પણ તેનો જીવ બચી શક્યો નહીં. તેજસના મૃત્યુ બાદ કુનો નેશનલ પાર્કમાં 4 ચિત્તા અને 3 બચ્ચા બચ્યા હતા. નર ચિતા તેજસના મૃત્યુના એક દિવસ પછી, તેના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે “આંતરિક રીતે નબળા” હતો અને માદા ચિત્તા સાથેની હિંસક લડાઈ પછી “આઘાત”માંથી બહાર આવી શક્યો ન હતો. માર્ચથી અત્યાર સુધીમાં KNPમાં સાત ચિત્તાના મોત થયા છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચિત્તાનું વજન લગભગ 43 કિલો હતું, જે સામાન્ય નર ચિત્તાના વજન કરતા ઓછું છે અને તેના શરીરના આંતરિક અંગો યોગ્ય રીતે કામ કરી રહ્યા ન હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં તેના સ્વસ્થ થવાની સંભાવના ઘણી ઓછી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,મૃત્યુનું પ્રથમ દૃષ્ટિએ કારણ જીવલેણ આઘાત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments