Homeગુર્જર નગરીદારૂ લેવા લોકોની પડાપડી, પુરુષો તો ઠીક મહિલા પણ દોડી ! પોલીસને...

દારૂ લેવા લોકોની પડાપડી, પુરુષો તો ઠીક મહિલા પણ દોડી ! પોલીસને મળ્યા માત્ર ખાલી ખોખા

Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં દારૂબંધી છે. જો કે, અવારનવાર દારૂ પકડાવાના સમાચાર આપણે વાંચીએ છીએ, જોઈએ છીએ અને સાંભળિએ છીએ. પોલીસ બુટલેગર પર તવાઈ બોલાવે છે તેવા પણ સમાચારો આવતા રહે છે. રાજ્યમાં દારૂ વેચવાવાળા અને પીવાવાળા એમ બંને પર કાર્યવાહી થતી રહે છે છતા જેમને નશાની લત લાગી છે તેઓ કાયદો તોડવાનો એક મોકો પણ નથી છોડતા. આજે એક આવી જ ઘટના બની. જેમાં નશો કરનારા લોકોએ દારૂ માટે રિતસર પડાપડી કરી. આ એવા દ્રશ્યો છે જેને જોઈને દરેક ગુજરાતીને થાય કે પહેલાં આ લોકો પર કાર્યવાહી થવી જોઈએ.

પાટણના સિદ્ધપુર પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો. જે કારને અકસ્માત નડ્યો તેમનાથી એક કારમાં દારૂ ભર્યો હતો. બસ પછી શું આ વાતની જાણ થતાં જ કેટલાક સ્થાનિકો અને રાહદારીઓ દોડ્યા. માત્ર દોડ્યા જ નહીં દારૂ અને બિયર લેવા માટે રીતસરની પડાપડી કરી. અને હાથમાં જેટલી બોટલો આવી તે લઈને રફૂચક્કર થયા. થોડીવાર માટે તો હાઈવે પર એવાં દૃશ્યો સર્જાયાં હતાં કે જાણે કારમાંથી કોણ વધુ દારૂની બોટલ અને બિયરનાં ટિન લઈ જાય તેવી સ્પર્ધા ચાલતી હોય.

આશ્ચર્યની વાત તો એ છે કે દારૂ લઈ જવામાં મહિલાઓ પણ પાછળ રહી ન હતી.

સિદ્ધપુર રોડ પર પુનસણ પાસે આજે સ્કોડા અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કોડા કારમાં દારૂ અને બિયરનો જથ્થો ભરેલો હોવાની જાણ થતાં લોકોએ અકસ્માતની ઘટનામાં પણ અવસર શોધી લીધો હતો.

બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી, પરંતુ પોલીસ પહોંચે એ પહેલાં જ કારમાંથી તમામ બોટલ ગાયબ થઈ ગઈ હતી. કારમાં વધ્યા હતા તો માત્ર ખોખા.
અકસ્માતમાં ઈકો કારમાં સવાર ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. (1) વિજયભાઈ બાબુભાઈ દેસાઈ (2) જીગરભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર (3) રાઠોડ જયંતીભાઈને 108માં ધારાપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments