Homeદે ઘુમા કેકોહલીનો ફોન સાચે ખોવાયો કે પછી આ જાહેરાત છે ?

કોહલીનો ફોન સાચે ખોવાયો કે પછી આ જાહેરાત છે ?

Team Chabuk-Sports Desk: ઓસ્ટ્રેલિયા સામેની 4 ટેસ્ટની સિરીઝ પહેલા ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીનો નવો મોબાઈલ ખોવાઈ ગયો ! વિરાટ કોહલીએ આ વાત ખુદ ટ્વીટર પર કહી છે કે તેનો ફોન ખોવાયો છે. વિરાટે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફેન્સને પૂછ્યું હતું કે,, ‘કોઈએ મારો નવો ફોન જોયો છે?’ તેના પર ફેન્સે ઘણી ફની કમેન્ટ્સ કરી હતી.

વિરાટનું ટ્વીટ
વિરાટ કોહલીએ મંગળવારે એક ટ્વિટ કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, ‘નવો ફોન ગુમાવવાનું દુઃખ અલગ છે. તે પણ ત્યારે જ્યારે તમે તેને અનબોક્સ પણ ન કર્યો હોય. કોઈએ ફોન જોયો છે?’

વિરાટના આ ટ્વીટ પછી અનેક રસપ્રદ કોમેન્ટ જોવા મળી. Zomatoથી લઈને ફેન્સે ફની કમેન્ટ્સ કરી.
Zomatoએ વિરાટના ટ્વીટનો જવાબ આપ્યો. Zomatoએ લખ્યું, ‘જો તમને યોગ્ય લાગે, તો ભાભીના ફોન પરથી આઈસસ્ક્રીમ ઓર્ડર કરી દો.’

મોબાઈલ સ્માર્ટફોન બ્રાન્ડ ‘નથિંગ’એ પણ કોહલીના ટ્વીટ પર કમેન્ટ કરી. નથિંગે લખ્યું હતું કે, ‘અમને મેસેજ કરો, અમારી પાસે તમારા માટે નવો ફોન છે.’

આ તરફ ઘણા યુઝર્સ કહી રહ્યા છે કે કોહલીએ આ ટ્વીટ નવી જાહેરાત માટે કરી છે. જે એક મોબાઈલ ફોન કંપની સાથે સંકળાયેલ છે.


મહત્વનું છે કે, વિરાટ કોહલી પુમા સહિત ઘણી કંપનીઓના બ્રાન્ડ એમ્બેસેડર છે. તાજેતરમાં, તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેમના જેવા દેખાતા વ્યક્તિનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં વિરાટે લખ્યું, ‘મારો ડુપ્લિકેટ પુમા કંપનીના શૂઝ વેચી રહ્યો છે. યુઝર્સે આવી છેતરપિંડીથી બચવું જોઈએ. પાછળથી જાણવા મળ્યું કે આ પોસ્ટ પણ Puma Indiaની જાહેરાતનો એક ભાગ હતી.

વિરાટ કોહલી 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમશે. ઓસ્ટ્રેલિયાની ટીમ લગભગ 6 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ સિરીઝ રમવા આવી છે. છેલ્લી સિરીઝની 3 મેચમાં વિરાટ માત્ર 46 રન જ બનાવી શક્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments