Team Chabuk-National Desk: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં હવે શાહરૂખના પુત્ર આર્યન કરતા વધારે ચર્ચા એનસીબીના અધિકારી અને મુંબઈ જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની થઈ રહી છે. જ્યારથી સમીર વાનખેડેએ ડ્રગ્સ કેસમાં કાર્યવાહી શરુ કરી છે, ત્યારથી તેમના પર રોજબરોજ નીતનવા આરોપો લાગતા રહે છે. એનસીપી નેતા નવાબ મલિકે તો આ વખતે હદ કરી મૂકતા સમીર વાનખેડેના પરિવારને પણ આ મુદ્દામાં તાણ્યો છે.
Sameer Dawood Wankhede का यहां से शुरू हुआ फर्जीवाड़ा pic.twitter.com/rjdOkPs4T6
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 25, 2021
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે એનસીબીના જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર જાતિનું ખોટું પ્રમાણપત્ર બનાવીને સરકારી નોકરી મેળવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ટ્વીટર પર એક જન્મ પ્રમાણપત્રની નકલ શેર કરી છે. નવાબ મલિકે કોપી શેર કરી આરોપ લગાવતા કહ્યું છે કે, સમીર વાનખેડેના પ્રથમ લગ્ન એક મુસ્લિમ યુવતી સાથે થયા હતા. આ તમામ આરોપોને સમીર વાનખેડેએ ખોટા ઠેરવ્યા છે. જોકે હવે સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર વાનખેડે પોતાના પતિના સપોર્ટમાં ઉતરી છે.
ક્રાંતિએ નવાબ મલિકને જવાબ આપતા ટ્વીટ કર્યું હતું કે, જ્યારે તમે દરિયાના મોજાના તાણની બીજી બાજુ તરો છો, તો બની શકે કે તમે ડૂબી જાવ, પણ જો ભગવાન તમારી સાથે હોય તો કોઈ લહેર એટલી મોટી નથી હોતી કે, તમારું કંઈ બગાડી શકે, કારણ કે ફક્ત ઉપરવાળાને જ સત્યની ખબર છે. સુપ્રભાત, સત્યમેવ જયતે.
When you swim against the tide , it may drown you, but if the almighty is with you , no tide this is world is big enough to drown you. Because , only HE 👆🏻knows the truth 🙏🙏🙏 good morning . SATYAMEV JAYATE.
— Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021
પોતાના આગામી ટ્વીટમાં ક્રાંતિએ લખ્યું છે કે, હું અને મારા પતિ સમીર જન્મથી જ હિન્દુ છીએ. અમે કોઈ દિવસ ક્યારેય અન્ય ધર્મમાં ધર્માંતરણ નથી કર્યું. અમે બંને તમામ ધર્મોનું સન્માન કરીએ છીએ. સમીરના પિતા પણ હિંદુ છે. જેણે મારી મુસ્લિમ સાસુની સાથે લગ્ન કર્યાં હતાં. જે હવે આ દુનિયામાં નથી. સમીરના પ્રથમ લગ્ન વિશેષ વિવાહ અધિનિયમ હેઠળ થયા હતા. બંનેની 2016માં ફારગતિ થઈ ગઈ. સમીર અને મેં હિંદુ વિવાહ અધિનિય હેઠળ 2017માં લગ્ન કર્યાં.
Me n my Husband Sameer r born Hindus.We hv never converted to any other religion.V respect all religions.Sameer’s father too is hindu married to my Muslim Mom in law who is no more.Sameer’s ex-marriage ws under special marriage act,divorced in 2016.Ours in hindu marriage act 2017 pic.twitter.com/BDQsyuvuI7
— Kranti Redkar Wankhede (@KrantiRedkar) October 25, 2021
ઉલ્લેખનીય છે કે 29 માર્ચ 2017ના રોજ સમીર વાનખેડેએ મરાઠી અભિનેત્રી ક્રાંતિ રેડકરની સાથે લગ્ન કર્યાં હતાં. ક્રાંતિ પ્રકાશ ઝાની ગંગાજલ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. આ સિવાય 22 મરાઠી ફિલ્મોમાં અભિનયના ઓઝસ પાથરી ચૂકી છે. ફિલ્મ દિગ્દર્શકના રૂપે પણ કામ કરી ચૂકી છે. સમીર અને ક્રાંતિને બે પુત્રીઓ છે. જાયદા અને જિયા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત