Homeગુર્જર નગરીતસવીર-એ-બયાં : ગાંધીનગર રેલવે સ્ટેશનનો અંદરનો નજારો જોઈ તમારું દિલ ગાર્ડન ગાર્ડન...

તસવીર-એ-બયાં : ગાંધીનગર રેલવે સ્ટેશનનો અંદરનો નજારો જોઈ તમારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે

Team Chabuk-Gujarat Desk: આવતીકાલે એટલે કે 16 જુલાઈના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના નવીનીકરણ પામેલા આધુનિક રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરશે. પાટનગર ગાંધીનગરમાં આતંરરાષ્ટ્રીય કક્ષાનું રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. અત્યાધુનિક રેલવે સ્ટેશનનું નવીનીકરણ 71.50 કરોડના ખર્ચે થયું છે. રેલવે સ્ટેશનની અંદરની કેટલીક તસવીરો રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જો જોઈને તમારુ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે.

ગાંધીનગરના નવીનીકરણ પામેલા રેલવે સ્ટેશન ઉપર 300 રૂમની ફાઈવ સ્ટાર હોટેલ બનાવવામાં આવી છે. ફાઈવ સ્ટાર હોટેલ સુધી પહોંચવા માટે રેલવે સ્ટેશનની અંદરથી જ ગેટ તૈયાર કરવામાં આવ્યો છે. સ્ટેશન અંદર બનેલા ગેટની મદદથી લોકો ટ્રેનમાંથી ઉતરીને સીધા જ હોટેલ સુધી પહોંચી શકશે. આ હોટેલનું સંચાલન લીલા ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ હોટેલની ખાસિયત એ છે કે આ બિલ્ડિંગ ગાંધીનગર શહેરની સૌથી ઉંચી બિલ્ડિંગ છે. ગાંધીનગરનું રેલવે સ્ટેશન દેશનું પ્રથમ એવું રેલવે સ્ટેશન હશે જ્યાં રેલવે ટ્રેકની ઉપર ફાઈવ સ્ટાર હોટેલ નિર્માણ પામી હોય.

ફાઈવ સ્ટાર હોટેલના બિલ્ડિંગની નીચે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે ટિકિટ બારી અને ટિકિટ બારી પાસે લિફ્ટ અને એક્સલેટર લગાવવામાં આવ્યું છે. જેથી લિફ્ટ અને એક્સલેટર મારફતે મુસાફરો ઝડપથી પહોંચી શકે.

રેલવે સ્ટેશનની અંદર અત્યાધુનિકથી લઈને પ્રાથમિક સુવિધા સુધીની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. બિલ્ડીમાં પ્રવેશ ગેટ, બુકિંગ વિન્ડો, લિફ્ટ, એક્સલેટર, બુક સ્ટોર, ખાણીપીણીના સ્ટોલ, 40 લોકો માટે સેન્ટ્રલ એસી ધરાવતી વેઈટિંગ લોન્જ સહિતની સુવિધા ઉભી કરાઈ છે.

સમગ્ર રેલવે સ્ટેશનને રંગબેરંગી લાઈટોથી સજ્જ કરવામાં આવ્યું છે. જેથી રાત્રે રેલવે સ્ટેશનનો નજારો અદભૂત લાગશે. આ રેલવે સ્ટેશનનો બહારનો ભાગ દૈનિક થીમ આધારિત બદલાતી લાઇટિંગ સિસ્ટમથી સજ્જ છે જે તેની અનન્ય સુવિધા છે.

રેલવે સ્ટેશનની અંદર પ્રવેશતાં જ ગુજરાતની ધરોહરને પ્રદર્શિત કરતાં ભીંત ચિત્રો નજરે પડશે. આ પેઈન્ટિંગમાં અડાલજની વાવ, મોઢેરા સૂર્યમંદિર, સીદી સૈયદની જાળી, જામી મસ્જિદ, ગાંધી આશ્રમ, ચાંપાનેરનો કિલ્લો, કિર્તી તોરણ સહિતની ભીંત ચિત્રો જોવા મળશે. જેમાં રેલવે સ્ટેશનની અંદર બનેલી અયોધ્યાના રામ મંદિરની તસવીર લોકોનું ધ્યાન આકર્ષિત કરશે.

રેલવે સ્ટેશનના પાર્કિંગમાં 163 કાર, 120 ટુ-વ્હીલર અને 40 ઓટો પાર્ક કરી શકાય તેટલી સુવિધા ઉભી કરાઈ છે. આ ઉપરાંત મુસાફરો માટે 480 સિટિંગ વ્યવસ્થા સાથેની સુવિધા ઉભી કરાઈ છે. આ અત્યાધુનિક રેલવે સ્ટેશન બિલ્ડિંગ 120 વર્ષ સુધી અડીખમ ઉભું રહેશે તેવો પણ દાવો કરાયો છે. ગાંધીનગરનું આ રેલવે સ્ટેશન GEM દ્વારા 5 સ્ટાર પ્રમાણિત એક ગ્રીન બિલ્ડિંગ છે.

(તમામ તસવીરો Ministry of Railwaysના ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments