Homeગામનાં ચોરેપ્રધાનમંત્રીએ જે ‘રુદ્રાક્ષ’ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું તેમાં ખાસ શું શું છે?

પ્રધાનમંત્રીએ જે ‘રુદ્રાક્ષ’ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું તેમાં ખાસ શું શું છે?

Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારના રોજ 15 જુલાઈનાં વારાણસી ખાતે પહોંચ્યા હતા. વારાણસી પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે જ્યાં તેમણે વિકાસના કેટલાક કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમણે BHU IITના રમત મેદાનથી 280 પરિયોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ તમામ પરિયોજનાની કુલ કિંમત 1500 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહી છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર બન્યું છે.

રુદ્રાક્ષ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે તમામ પરિયોજનાનું લોકાર્પણ કર્યું તેમાં સૌની જીભે એક જ નામ છે રુદ્રાક્ષ. રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર. 186 કરોડ રૂપિયાની કિંમતથી આ સાંસ્કૃતિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સિગરા નગર નિગમની પાસે બનેલા આ સેન્ટરને જાપાનની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જગ્યાએ જગ્યાએ રુદ્રાક્ષ જેવા ડિઝાઈન બનેલા છે. આવા કુલ 108 રુદ્રાક્ષ સમગ્ર સેન્ટરમાં લાગેલા છે. છત શિવલિંગનાં આકારની બનાવવામાં આવી છે. આ સમગ્ર બિલ્ડીંગ 2.87 હેક્ટેયર જમીન પર નિર્માણ પામેલી છે. જેમાં એકસાથે 1200 લોકોના બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રુદ્રાક્ષ સેન્ટરને સામાજિક, સાંસ્કૃતિક હબના રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અહીં તમામ પ્રકારના સંમેલન, પ્રદર્શન, સંગીત સમારોહ અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. તેની ગેલરીને અલગ અલગ પ્રકારની પેન્ટીંગથી શણગારવામાં આવી છે. વારાણસી ઈન્ટરનેશનલ કો.ઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટરે જાપાન ઈન્ટરનેશનલ કો.ઓપરેશન એજન્સીની મદદથી તેનું નિર્માણ કર્યું છે.

રો રો બોટ

54 કરોડના ખર્ચથી રો રો રો બોટ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ પ્રકારની રો રો ફેરી સર્વિસ ચાલી રહી છે. જેનાથી માલને આ છેડાથી તે છેડે મોકલવામાં સરળતા રહે છે. તેમાં રામનગરથી રાજઘાટ સુધીમાં ક્રૂઝ પણ ચલાવવામાં આવશે. જેનો પૂર્ણ હેતુથી પ્રવાસ ઉદ્યોગને તેજી આપવી રહેશે. આ સિવાયની આજની કેટલીક મોટી યોજનાઓ પર નજર કરીએ તો.

  • 186 કરોડ રૂપિયાની પેયજલ આપૂર્તિ, સીવર લાઈન યોજનાનું ઉદ્ધાટન.
  • 31.74 કરોડ રૂપિયાથી આર્થિક અપરાધ અનુસંધાનનું એકમ અને શૂટિંગ રેન્જનું નિર્માણ.
  • 118 કરોડ રૂપિયામાં ગ્રામીણ લિન્ક રોડનું પુનનિર્માણ અને લહરતારા ચોકઘાટ અર્બન પ્લેસમેકિંગ યોજના.
  • આ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી BHUમાં બનેલા 100 બેડની ક્ષમતા ધરાવતા માતૃ અને શિશુ સ્વાસ્થ્ય વિંગનું નિરીક્ષણ કરવા માટે પણ ગયા હતા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments