Team Chabuk-Gujarat Desk: અલ્હાબાદ હાઈકોર્ટે ગંગા જળમાંથી તૈયાર થયેલી કોવિડ-19 વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરીની પરવાનગી આપવાની માંગ અંગે થયેલી અરજી પર ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારત સરકારની એથિક્સ કમિટીને નોટિસ આપવામાં આવી છે અને ભારત સરકાર સહિત તમામ વિપક્ષીઓ પાસેથી ત્રણ અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો છે.
આ આદેશ કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એમ.એન.ભંડારી અને ન્યાયમૂર્તિ રાજેન્દ્ર કુમારની ખંડપીઠે વરિષ્ઠ અધિવક્તા અરુણ કુમાર ગુપ્તાની જાહેર હિતની અરજી પર આપવામાં આવ્યો છે. અરુણ કુમાર ગુપ્તાનું કહેવું છે કે, કાશી હિંદુ વિશ્વ વિદ્યાલય વારાણસીના ન્યૂરોલોજી વિભાગના પ્રોફેસર ડોક્ટર વિજય નાથ મિશ્રના નેતૃત્વમાં ડોક્ટરની ટીમે ગંગા જળ પર સંશોધન કરીને નોઝલ સ્પ્રે વેક્સિન તૈયાર કરી છે. જે માત્ર 30 રૂપિયામાં લોકોને કોરોનાથી રાહત આપી શકે છે.
આ અંગેનો રિપોર્ટ તૈયાર કરીને એથિક્સ કમિટીને મોકલવામાં આવ્યો હતો અને ક્લિનિકલ ટ્રાયલ માટેની પરવાનગી માંગવામાં આવી છે. પરંતુ મંજૂરી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીએચયુના ડોક્ટરનો દાવો છે કે વાયરો ફેઝ થેરાપીથી કોરોનાનો નાશ કરી શકાય છે.
અત્યાર સુધીમાં જેટલી વેક્સિન આવી છે તે કોરોના વાઇરસને નિષ્ક્રિય કરી શકે છે. જ્યારે ગંગા જળમાંથી બનેલી વેક્સિન કોરોનાનો નાશ કરી નાખે છે તેવો દાવો કરાયો છે. બીએચયુના ડોક્ટરોની ટીમે ICMR અને આયુષ મંત્રાલયને ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી માટે તપાસ પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ સામેથી કોઈ રસ દાખવવામાં નથી આવી રહ્યો.
અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે આયુષ મંત્રાલય અને ICMRના ડોક્ટર વી.એન.મિશ્રની ટીમને વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી આપવાનો આદેશ જાહેર કરવામાં આવે અને પુણેની વાયરોલોજી લેબમાં ગંગા જળથી તૈયાર કરેલી વેક્સિનનો ટેસ્ટ કરાવવામાં આવે.
તપાસ પ્રસ્તાવ રાષ્ટ્રપતિને પણ મોકલવામાં આવ્યો છે, જેમાં દાવો કરાયો છે કે, ગંગા જળનું ક્લિનિકલ ટ્રાયલ કરીને કોરોનાને જડમૂળમાંથી નષ્ટ કરનારી વેક્સિન તૈયાર કરવામાં આવી શકે છે. અરજી કરનારનું કહેવું છે કે 1896માં બ્રિટિશ બેક્ટીરિયોલોજિસ્ટ અનેસ્ટ હોકિંસે ગંગા જળ પર તપાસ કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત