Team Chabuk-National Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામના પ્રવાસે છે. શનિવારે સવારે 5 થી 6 વાગ્યાની વચ્ચે તેઓ કાઝીરંગા નેશનલ પાર્કમાં પહોંચ્યા હતા જ્યા તેમણે હાથી પર સવારી કરી હતી. જંગલમાં સફારીમાં તેઓએ હાથીની અંબાડી પર બેઠા બેઠા પ્રાણીઓના ફોટા પણ ખેંચ્યા હતા. આ દરમિયાન પાર્ક ડિરેક્ટર સોનાલી ઘોષ તેમની સાથે હતા અને સીનિયર ફોરેસ્ટ અધિકારી પણ હતા. કાઝીરંગાને 1974માં રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો હતો અને આ વર્ષે કાઝીરંગા આ સિદ્ધિની સુવર્ણ જયંતીની ઉજવણી કરી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામમાં લગભગ 18 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અહીં તેઓ જાહેરસભાને પણ સંબોધન કરશે. આ સિવાય તેઓ પીએમ મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બનેલા 5.5 લાખથી વધુ ઘરો માટે ગૃહ પ્રવેશ સમારોહમાં પણ હાજરી આપશે.
#WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. He also took an elephant safari here.
— ANI (@ANI) March 9, 2024
The PM also interacted with Van Durga, the team of women forest guards who are at the forefront of conservation efforts. During his visit, he also fed… pic.twitter.com/5sK46yQ6IS
બપોરે નરેન્દ્ર મોદી અરુણાચલ પ્રદેશ જવા રવાના થશે. તવાંગમાં તેઓ 825 કરોડ રૂપિયામાં બનેલી સેલા ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ અરુણાચલના તવાંગને આસામના તેજપુર સાથે જોડશે. બપોરે 1.30 વાગ્યે, PM જોરહાટના હોલોંગા પાથરમાં પ્રખ્યાત અહોમ યોદ્ધા લાચિત બોરફૂકનની 84 ફૂટ ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે. આ માળખું ‘સ્ટેચ્યુ ઓફ વેલોર’ તરીકે ઓળખાશે.

નરેન્દ્ર મોદી ઉત્તર-પૂર્વના 2 દિવસના પ્રવાસ પર છે. તેઓ શુક્રવારે સાંજે આસામની રાજધાની તેજપુર પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ પર સીએમ હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી તેણે કાઝીરંગામાં રોડ શો કર્યો. ત્યારપછી કાઝીરંગા નેશનલ પાર્કના ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત