Homeગુર્જર નગરીઊનાઃ મહિલા સાથે પોલીસકર્મીની દાદાગીરીનો વીડિયો વાયરલ, મહિલાને માર માર્યો હોવાનો આરોપ

ઊનાઃ મહિલા સાથે પોલીસકર્મીની દાદાગીરીનો વીડિયો વાયરલ, મહિલાને માર માર્યો હોવાનો આરોપ

Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથ જિલ્લામાં પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. વીડિયોમાં પોલીસકર્મચારી એક મહિલા સાથે ઓરમાયું વર્તન કરતાં સ્પષ્ટ નજરે પડી રહ્યા છે. વીડિયોમાં કુલ બે મહિલાઓ જોવા મળી રહી છે જ્યારે સામા પક્ષે 2થી 3 પોલીસ કર્મચારીઓ જોવા મળી રહ્યા છે. મહિલાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે.

દાવો છે કે, વીડિયો ઊનાના સીમર ગામનો છે. એક વ્યક્તિએ અહીં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો. જે વાતને લઈને પોલીસ કર્મચારીએ તેમનું વાહન રોકાવ્યું હતું. જો કે, વાહન રોકાવ્યા બાદ પોલીસકર્મચારી અને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં જ્યારે મહિલા દલિલ કરી રહી હતી ત્યારે પોલીસકર્મચારી મહિલાને ધક્કો મારી તેને માર મારવાનો પ્રયાસ પણ કરે છે. જો કે, હાજર અન્ય કર્મચારી પોલીસકર્મચારીને રોકી લે છે. ત્યારબાદ જે વ્યક્તિ વીડિયો બનાવી રહ્યો છે તેનો મોબાઈલ છીનવવાનો પણ પોલીસકર્મીએ પ્રયાસ કર્યો. હવે આ વીડિયો મુદ્દે સવાલ ઉઠ્યા છે કે, શા માટે પોલીસ કર્મચારીએ મહિલા પોલીસકર્મી ન હોવા છતાં મહિલાઓ સાથે દલીલ પર ઉતરી ગયા ? શું એક પોલીસ કર્મચારીને આવું વર્તન શોભે છે ? જો કે, વીડિયોમાં જોવા મળી રહેલા પોલીસકર્મીઓ કોણ છે તે હજુ જાણી શકાયું નથી. આ ઉપરાંત પોલીસકર્મીના હાથમાં મેમો બૂક પણ નથી તેમજ સિવિલ ડ્રેસમાં હોવાથી પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની પણ માગણી ઉઠી છે. એક દાવો એવો પણ છે કે, પોલીસને શંકા હતી કે, વાહનમાં દારૂ છુપાવ્યો છે જેને લઈને પોલીસે બાઈકનો પીછો કર્યો હતો. જો કે, આ વીડિયો અને વાતની ટીમ ચાબુક પુષ્ટિ નથી કરતું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments