Homeતાપણુંપાટીલે કૃષ્ણ અને સુભદ્રા અંગે વિવાદિત નિવેદન આપ્યું, મોઢવાડિયાએ કહ્યું, પાટીલ માફી...

પાટીલે કૃષ્ણ અને સુભદ્રા અંગે વિવાદિત નિવેદન આપ્યું, મોઢવાડિયાએ કહ્યું, પાટીલ માફી માંગે

Team Chabuk-Political Desk: હાલ પોરબંદરના માધવપુરનો ઐતિહાસિક મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે હાજરી આપી હતી અને પોતાના સંબોધનમાં ભગવાન કૃષ્ણને લઈને મોટો ભાંગરો વાટ્યો હતો. સી.આર.પાટીલે કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. સી.આર. પાટીલના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને પાટીલની ટીકા થઈ રહી છે. આ અંગે રાજકારણ પણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે એવી માગ કરી છે.

સી.આર. પાટીલના નિવેદનનો અર્જુન મોઢવાડિયાએ વિરોધ નોંધાવ્યો છે. અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, જેમને એ ખબર નથી કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીનો શો સંબંધ છે તે આજે હિન્દુ ધર્મના ઠેકેદાર બનીને ફરે છે. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીને પતિ-પત્ની બનાવીને ભાઇ-બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાવ્યું છે. લોકોની ધાર્મિક લાગણીઓ દુભાવવા માટે સી.આર પાટીલ માફી માગે.

પોરબંદરના માધવપુરનો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ત્યારે આ મેળામાં પહોંચેલા સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં ભાંગરો વાટ્યો હતો. સંબોધનની શરૂઆતમાં તેમણે કૃષ્ણ અને રુક્મિણીના બદલે કૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું બોલ્યા હતા. ત્યાર બાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહીને ગયા બાદ પાટીલે રુક્મિણીનો ઉલ્લેખ કર્યો હતો.

આ મેળામાં આવેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આજે આપણે બધા ભેગા થયા છીએ, આ પ્રસંગ છે વર્ષો પહેલાંનો ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાના વિવાહનો. આ અનુસંધાને જિલ્લાકક્ષાએ અહીં મેળો ભરાય છે અને એમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લે છે. જોકે સી.આર પાટીલ આટલું બોલ્યા બાદ એક કાર્યકર સ્ટેજ પર આવી કંઈક કાનમાં કહીને ગયા બાદ તેમણે રુક્મિણીનો ઉલ્લેખ કરી પોતાની ભૂલ સુધારી હતી. પરંતુ સી.આર.પાટીલની આ ભૂલનો વીડિયો વાયુવેગે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ જતાં પાટીલ પર ટીકાનો વરસાદ થઈ રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments