Homeગુર્જર નગરીયુવતીએ ભાભીની બર્થડે પાર્ટી LIVE કરતાં એવી બિભત્સ કોમેન્ટો આવી કે પોલીસ...

યુવતીએ ભાભીની બર્થડે પાર્ટી LIVE કરતાં એવી બિભત્સ કોમેન્ટો આવી કે પોલીસ પાસે જવું પડ્યું

Team Chabuk-Gujarat Desk: સુરતમાં ચાલી રહેલી ભાભીની બર્થડે પાર્ટીને ઈન્સ્ટાગ્રામ મારફતે લાઈવ કરવામાં આવી અને લાઈવ કરનાર યુવતીને અચાનકથી તેમાં કોઈના બિભસ્ત મેસેજ આવવા લાગ્યા હતા. યુવતીને સમજતા વાર નહોતી લાગી કે આ આઈડી ફેક છે. તેણે એવી ચાલાકી વાપરી કે બિભસ્ત ટીપ્પણી કરનારની ઓળખ છતી થઈ ગઈ. જે પછી યુવતીએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલ આ યુવાનને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હવે ગુનાઓ ઘરે બેઠા બેઠા થઈ જાય છે. આંગળીઓના ઈશારે. ગુનો કરનારને ખ્યાલ પણ નથી હોતો કે તે તે ગુનો કરી રહ્યો છે. સોશિયલ મીડિયાના કારણે પરોક્ષ ગુનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના કારણે આવો જ એક કિસ્સો સુરતની યુવતી સાથે બન્યો હતો. જોકે મહિલાએ બુદ્ધિ વાપરી આ યુવકની વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ મહિલા સુરતમાં મેકઅપ આર્ટીસ્ટ તરીકેનું કામ કરે છે.

તારીખ વીસ એપ્રિલના રોજ આ યુવતીની ભાભીનો જન્મદિવસ હોય બર્થડે કેક કાપી ઉજાણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવતીએ પોતાની ભાભીની બર્થડે પાર્ટીને ભવ્યાતિભવ્ય અને યાદગાર બનાવવા માટે ઈન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હતું. ગણતરીની ક્ષણોમાં યુવતીને ધડાધડ કોમેન્ટ આવવા લાગી હતી. જોકે એક કોમેન્ટ પર યુવતીની નજર ઠરી ગઈ હતી. કોઈ ‘નોમનસૈયદ’ નામેરી આઈડી ધરાવનારે બિભત્સ કોમેન્ટ કરી હતી. એટલું જ નહીં આ યુવકે તો તેના બોયફ્રેન્ડ અંગે પણ ટીપ્પણી કરી હતી.

જોકે યુવતી સોશિયલ મીડિયા યુઝ કરવામાં શેરની માથે સવાશેર નીકળી. તેણે પોતે ફેક આઈડી બનાવી બિભત્સ કોમેન્ટ ફેક આઈડી થ્રૂ કરનારા સાથે વાતચીત કરી હતી. જેમાં આ યુવક ઉઘાડો પડી ગયો હતો. યુવતીને જાણવા મળ્યું હતું કે આ ફારુક ખટીક નામનો વ્યક્તિ છે. જેથી યુવતીએ પોલીસ ફરિયાદ નોંધવતા પોલીસે આગળનીકાર્યવાહી હાથ ધરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments