Team Chabuk-Political Desk: ઉત્તર પ્રદેશનો કિલ્લો ફરીથી ફતેહ કરવા માટે અત્યારથી યોગી આદિત્યનાથે કમર કસી લીધી છે. રાજ્યમાં આગામી વર્ષે ચૂંટણી છે. પાર્ટી આ વખતે ગુજરાતના ફોર્મ્યુલાને અપનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. ગુજરાતમાં ભાજપ જે રીતે એન્ટી ઈન્કમ્બન્સી પ્રમાણે જૂના જોગીઓની ટિકિટ કાપી નવાઓને સ્થાન આપે છે, એ રીતે ઉત્તર પ્રદેશ પણ 100 ધારાસભ્યોની ટિકિટ કાપી નવા ચહેરાને સામે લાવવા માગે છે. ગુજરાતમાં બીજેપીના પાયા મજબૂત હોવા પાછળના કેટલાય કારણોમાંથી આ એક કારણને પણ માનવામાં આવે છે.
2017ની ચૂંટણીમાં પણ બીજેપીએ ઘણા ધારાસભ્યોની ટિકિટ કાપી નાખી હતી અને નવા ચહેરા પર દાવ લગાવ્યો હતો. 2019ની ચૂંટણીમાં પણ ભાજપે કેટલાય સાંસદોની ટિકિટ કાપી નવા ચહેરાઓને સામે લાવી હતી. 2014માં 90 સાંસદોની ટિકિટ કપાઈ ગઈ હતી. 5 સાંસદો પાર્ટી છોડીને ચાલ્યા ગયા હતા. તો કેટલાક સાંસદો ભાજપે તૈયાર કરેલા 75+ના ક્રાઈટએરિયામાં આવી ગયા હોવાથી તેમને નિવૃત્તિ લેવી પડી હતી.
હવે ઉત્તરપ્રદેશમાં જ્યારે ભાજપ ફરી સત્તા લેવા માટે ભાગદોડ મચાવી રહી છે ત્યારે ગુજરાત ફોર્મ્યુલાને અમલમાં મૂકવાનો તે વિચાર કરે છે. જો આવું થાય છે તો ઉત્તર પ્રદેશમાં હાલમાં રહેલા કેટલાય ધારાસભ્યોને ઘરે બેસવાનો વારો આવશે.
જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. 2017માં ભાજપે અહીં 403માંથી 312 સીટો જીતી હતી. સમાજવાદી પાર્ટી અને કોંગ્રસે એક સાથે મળીને ચૂંટણી લડી હતી. સમાજવાદીને 47 અને કોંગ્રેસને સાત સીટ આવી હતી. માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી 19 સીટો જીતી શકી હતી. આમ એક રીતે મોદી લહેરમાં તમામ પાર્ટીઓના સૂપડા સાફ થઈ ગયા હતા અને લાંબા સમય બાદ એક મજબૂત પક્ષ તરીકે ભાજપ ઊભર્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત