Team Chabuk-Gujarat Desk: મારામારી કેસમાં ઝડપાયેલા રાજ્યના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. આજ રોજ દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે.
મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર હુમલો કર્યાનો દેવાયત ખવડ પર આરોપ લાગ્યો છે. ઘટના બન્યા બાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો. પરંતુ બાદમાં સામેથી તે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો હતો અને પોલીસે દેવાયત ખવડની ધરપકડ કરી હતી. બાદમાં દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરાયો હતો અને પોલીસે રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે બે દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજ રોજ બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આજ રોજ ફરીથી દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગ ન કરતાં કોર્ટે દેવાયત ખવડ સહિત ત્રણેય આરોપીઓને જેલભેગા કરવાનો આદેશ આપ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
