Team Chabuk-Political Desk: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે ગીર સોમનાથ જિલ્લા કાર્યાલયનું ખાતમુહૂર્ત કર્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથના સાનિધ્યમાં દેશનું પ્રથમ કમળ આકારનું ભાજપનું જિલ્લા કાર્યાલય નિર્માણ પામનાર છે. આ કાર્યાલયને ગીર સોમનાથ ભાજપ દ્વારા સોમ કમલમ નામ આપવામાં આવ્યું છે. ત્યારે આ સોમ કમલમનું આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગીર સોમનાથ ખાતે નિર્માણ પામનાર આ કાર્યાલય તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન હશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પ્રથમ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત કરાયા બાદ મંત્રોચ્ચાર કરી તેમના હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરીઇ હતી. બાદમાં સ્થાનિક જિલ્લા ભાજપના આગેવાનો-કાર્યકરો દ્રારા પ્રમુખ પાટીલનું હારતોરા મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ. સોમ કમલમના ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 2022ની વિધાનસભાની ચૂંટણીને લઇને જણાવ્યું હતું કે, 2022માં લાયક ઉમેદવારોને જ ભાજપ ટિકિટ આપશે, સગાવાદ નહીં ચાલે. આ વખતે કોઈ પોતાના સંબંધોના આધાર પર ટિકિટ લઈ આવે તે વાત તો ભૂલી જજો..
સી.આર.પાટીલે આગળ કહ્યું કે, હવે સચિવાલયમાં કોઈ રોકશે નહીં કે તમારી સાથે કોઈ ઉદ્ધતાઈભર્યું વર્તન પણ નહીં કરે. કોઈ પણ પ્રશ્ન હોય તો ગાંધીનગર આવવા જણાવ્યું હતું. આ સાથે જ 182 બેઠક જીતવા માટે કાર્યકરોને કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. આગામી વિધાનસભા ચૂંટણી અંગે વાત કરતાં પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી અને આખી સરકાર બદલાયા બાદ હવે નાના કાર્યકર્તાને પણ ટિકિટ મળવાની ઉજળી તક સાથે આશા બંધાઈ છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોઈ લાગવગ નહીં ચાલે. આ વખતે કોઈ પોતાના સંબંધોના આધાર પર ટિકિટ લઈ આવે તે વાત તો ભુલી જજો. જેને પાર્ટી કાર્યકર્તાઓનો સહકાર અને લોકોમાં સારી છાપ હશે તેવા લોકોને જ ટિકિટ મળશે. અમોએ બધાને એટલા માટે બદલ્યા છે કેમ કે અમારે નવી કેડર ઉભી કરાવી છે. જેમાં નાના પાયાના નવા પ્રતિભાશાળી કાર્યકર્તાઓને સ્થાન મળે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. આ બઘુ માત્ર શિસ્તબંધ ભાજપ પાર્ટીમાં જ શક્ય છે.

ગીર સોમનાથ જિલ્લા ભાજપનું નવું કાર્યાલય ઉગતા કમળના આકારની ડીઝાઇન જેવું હશે અને તેનું નામ સોમ કમલમ રાખવામાં આવ્યુ છે. જે સમગ્ર દેશમાં નમૂનારૂપ કાર્યાલય બની રહેશે. સાથે સોમનાથ આવનારા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કાર્યાલય દિલ્હીના લોટસ ટેમ્પલ જેવી જ ડિઝાઇન સાથે બનવાનું છે. આ સોમ કમલમ કાર્યાલયમાં તમામ પ્રકારની સુવિધાઓ હશે. જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 ઓડિટોરીયમ હોલ સાથે કોન્ફરન્સરૂમ, ધારાસભ્ય, સાંસદ સહિતનાની જુદી જુદી કેબિન, મિટીંગ હોલ, કીચન, સ્ટોરરૂમ, પાર્કીગ સહિતની સુવિધા હશે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત