Homeગુર્જર નગરીસુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા, પતિ સાથે બોલાચાલી બાદ સવા બે વર્ષના બાળકને...

સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યા, પતિ સાથે બોલાચાલી બાદ સવા બે વર્ષના બાળકને સુવડાવી આત્મહત્યા કરી

Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરમાં મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હોવાની માહિતી મળી રહી છે. સુરેન્દ્રનગર શહેરમાં હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલે સવા બે વર્ષના બાળકને સુવડાવીને પોતે પંખા સાથે લટકી જઈને જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર વિસ્તારમાં રહેતાં મહિલા કોન્સ્ટેબલ વર્ષાબેન વાનાણીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મહિલા કોન્સ્ટેબલની આત્મહત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસબેડામાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોતાના પતિ સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ પતિ વાસણ ધોવાનું કહીને ફરજ પર જતા રહ્યા બાદ મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

coop ahmedabad

વર્ષાબેન વાનાણી પોતાની ફરજ પૂર્ણ કરીને ઘરે આવ્યા એ સમયે પતિએ વાસણ ઊટકવાનું કહેતાં મહિલા પોલીસ કોન્સ્ટેબલને લાગી આવ્યું હતું. સામાન્ય બાબતે તકરાર પણ થઈ હતી. ત્યાર બાદ તેમના પતિ કે જે પોતે જેલ સિપાઈમાં ફરજ બજાવે છે તે નોકરી પર જતા રહ્યા હતા. ત્યારે બાદ મહિલા કોસ્ટેબલે પોતાના હેડક્વાર્ટરમાં જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે સિટી પોલીસે દોડી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા કોન્સ્ટેબલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

મહિલા કર્મચારી વર્ષાબેન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારનાં જ વતની છે અને તેમણે લગ્ન પણ વઢવાણના ગ્રામ્ય વિસ્તારમાં જ કર્યા છે. પોતે પોલીસમાં છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી ફરજ બજાવે છે. જેમણે પોતાના સવા બે વર્ષના બાળકને સૂવડાવીને પોતાની પોલીસની વર્દી સાથે જ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પતિ પણ પોલીસમાં ફરજ બજાવે છે. છેલ્લાં 4 વર્ષ અને 11 માસ તેમણે પોલીસમાં ફરજ બજાવી છે, ત્યારે હવે કાયમી થવાને ફક્ત એક મહિનો બાકી હતો. ત્યારે સામાન્ય બાબતે પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments