Homeગામનાં ચોરેપ્રાણ જાયે પણ વ્યસન છૂટ્યો ન જાએ : વેન્ટીલેટર પર રહેલા કોરોનાના...

પ્રાણ જાયે પણ વ્યસન છૂટ્યો ન જાએ : વેન્ટીલેટર પર રહેલા કોરોનાના દર્દીનો તમ્બાકુ પ્રેમ વાઈરલ

Team Chabuk-National Desk: દેશમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે. દિવસ-રાત રસ્તાઓ પર એમ્બ્યૂલન્સનો અવાજ સંભળાઈ રહ્યો છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં ઓક્સિજન માટે લોકો વલખાં મારી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા. 108માં કલાકો સુધી વેઈટિંગ છે. કોરોનાની આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને જોઈને કેટલાય લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે અને દર્દીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો કેટલાક લોકો વીડિયો જોઈને કહી રહ્યા છે કે, ‘છોડેંગે ન હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક’.

વાયરલ વીડિયોમાં શુ છે ?

વીડિયો કોઈ હોસ્પિટલનો હોવાનો દાવો કરાયો છે. જેમાં એક વ્યક્તિ અત્યંત નાજુક હાલતમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યો છે. તેના મોઢા પર ઓક્સિજન માસ્ક છે. આવી હાલતમાં આ વ્યક્તિ પોતાના હાથ એવી રીતે મસળી રહ્યો છે જાણે તે તમ્બાકુ હાથ વળે ચોળી રહ્યો હોય. વીડિયોમાં જોઈ શકાય છે કે, સારવાર લઈ રહેલો આ વ્યક્તિ પોતાના જમણા હાથના અંગૂઠા વડે ડાબા હાથની હથેળી ઘસી રહ્યો છે. ત્યારબાદ બંને હાથની હથેળી ઘસી રહ્યો છે. હથેળી ઘસ્યા બાદ તે તાલી પણ પાડી રહ્યો છે. દર્દી સતત આ પ્રક્રિયાને દોહરાવી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે ‘છોડેંગે ન હમ તેરા સાથ ઓ સાથી મરતે દમ તક’.

વીડિયોમાં જોઈ શકાય છે કે, સારવાર લઈ રહેલા દર્દી પાસે એક મહિલા બેસી છે. આ ઉપરાંત એક નર્સ પણ દર્દીની સારવાર કરી રહી છે. જો કે, આ વીડિયો કઈ હોસ્પિટલનો છે તે જાણી શકાયું નથી.

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોઈને કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાક લોકો હસી હસીને લોટપોટ થઈ રહ્યા છે. IPS અધિકારી રૂપિન શર્માએ વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, છોડેંગે ન તેરા સાથ…મરતે દમ તક. દારૂ હજુ લિસ્ટમાં ટોપ પર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments