Team Chabuk-Gujarat Desk: ખેડૂતોને ચણાના પાકમાં સંકલિત રોગ વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં/ વાવણી સમયે લેવાના પગલાં અંગે જૂનાગઢ તેમજ આણંદ કૃષિ યુનિવર્સીટીના નિષ્ણાંતો દ્વારા અપાયેલા સુચનોને આધારે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે અનુસાર પાક ફેરબદલી કરવી. સારા કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું. ચણાની સુધારેલી જાતો જેવી ગુજરાત ચણા-5 પિયત વિસ્તારમાં અને બિનપિયત માટે ગુજરાત ચણા-૬ તથા ગુજરાત ચણા-3 નું વાવેતર કરવું. મૂળનો કોહવારો રોગના નિયંત્રણ માટે પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેકટરે 1000 કિલો પ્રમાણે જમીનમાં આપવો. સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી 2.5 કિ.ગ્રા. ને 250 કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું.
ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ (2×10 સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને (10 કિલો જૈવિક નિયંત્રક પ્રતિ 1 ટન છાણિયા ખાતર) મુજબ 1 ટન/ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવું. સ્ટંટ વાયરસના નિયંત્રણ માટે બે હાર વચ્ચે 30 સે.મી. નું અંતર રાખવાથી રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે.
ચણામાં રોગ નિયંત્રણ માટે બીજને થાયરમ ૨ ગ્રામ + કાર્બેન્ડાઝીમ 1 ગ્રામ/કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી અથવા જૈવિક નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી 4 ગ્રામ અને કાર્બોક્ષીન 1 ગ્રામ પ્રતિ 1 કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી. અથવા ટાલ્ક આધારિત ટ્રાઈકોડર્મા વીરીડી અથવા ટ્રાઈકોડર્મા હરજીએનમ-1% વે.પા.ની 50 ગ્રામ બનાવટને 250 મિ.લિ. પાણીમાં પ્રતિ કિલો બીજ પ્રમાણે ભેળવી 10 કલાક બોળી છાંયડામાં સૂકવી વાવણી માટે ઉપયોગમાં લેવા.

ચણાના પાકમાં લીલી ઇયળના નિયંત્રણ માટે ધાણા, રાઈ જેવા પાકોનું આંતર પાક તરીકે વાવેતર કરવું. ખેતરની ફરતે તેમજ પાકની વચ્ચે પિંજર પાક તરીકે ગલગોટાનું વાવેતર કરવું. ખેતરના શેઢા-પાળાના નિંદણનો નાશ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને તેને અનુસરવા જણાવવામાં આવે છે.
આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા વધુમાં યાદીમાં જણાવ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત