Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બાંદામાં ચોરીની એક રસપ્રદ ઘટના સામે આવી છે. ચોરોએ વેલ્ડિંગની દુકાનમાંથી હજ્જારોના સામાનનો હાથફેરો કરી લીધો હતો. જોકે ચોરો જ્યારે પીડિતની પરેશાનીથી અવગત થયા ત્યારે ગદગદીત થઈ ગયા હતા. સામાન તો પરત કર્યો પણ પત્ર પણ લખ્યો. ચોરોએ પીડિતને બધો સામાન પરત કરી દીધો હતો અને તેમને પત્ર લખી માફી પણ માગી હતી. ચોરોએ ચોરી કરેલા સામાનને કોથળા અને ડબ્બામાં પેક કર્યો હતો અને તેની ઉપર માફીનામું ચોંટાડી દીધું હતું. ચોરોની આ ઈમોશનલ સ્ટ્રેટજીએ પોલીસ સહિત સમગ્ર ભારતને વિચારવા પર મજબૂર કરી દીધા છે.
જાણકારી મુજબ, જિલ્લાના બિસંડા પોલીસ વિસ્તારના ચન્દ્રાયલ ગામના રહેવાસી દિનેશ તિવારી આર્થિક રીતે સદ્ધર નથી. ખૂબ ગરીબ છે. થોડા સમય પહેલા વ્યાજે 40 હજાર રૂપિયાનું દેવું કરી વેલ્ડિંગના નવા કામના શ્રી ગણેશ કર્યાં હતા. રોજની માફક 20 ડિસેમ્બરના રોજ જ્યારે તે પોતાની દુકાન ખોલવા માટે ગયા તો તાળું તૂટેલું હતું અને વેલ્ડિંગનો સામાન ચોરી થઈ ગયો હતો.
દિનેશ તિવારીએ ચોરી થયાની ઘટનાની માહિતી બિસંડા પોલીસ સ્ટેશનમાં આપી હતી. પોલીસ અધિકારી હાજર ન હોવાના કારણે કેસ ફાઈલ નહોતો થઈ શક્યો. 22 ડિસેમ્બરના દિવસે ગામના લોકો પાસેથી માહિતી મળી કે તેમનો સામાન ઘરથી થોડે દૂર એક ખાલી જગ્યા પર પડ્યો છે. ચોર દિનેશનો સામાન એક ખાલી જગ્યા પર ફેંકીને ચાલ્યા ગયા હતા.
પરત કરવામાં આવેલા સામાનની સાથે એક પત્ર પણ ચોંટેલો હતો. જેમાં લખવામાં આવ્યું હતું કે : ‘આ દિનેશ તિવારીનો સામાન છે. અમને બહારની એક વ્યક્તિ પાસેથી આ અંગેની માહિતી મળી. અમે ફક્ત તેને જાણીએ છીએ, જેણે માહિતી આપી કે દિનેશ તિવારી કોઈ સામાન્ય માણસ નથી. પણ જ્યારે અમને જાણકારી મળી ત્યારે અમે દુ:ખી થઈ ગયા. જેથી અમે તમારો સામાન પરત કરીએ છીએ. ખોટી સૂચનાના કારણે અમારાથી ભૂલ થઈ ગઈ.’
આ માફીનામાથી એવું સ્પષ્ટ થાય છે કે ચોર કોઈ બહારના હતા. વિસ્તારના લોકોથી વાકેફ નહોતા. પણ ચોરોની મદદ કરનારો વ્યક્તિ સ્થાનિક હતો અને તેણે જાણીજોઈને ચોરોને ગરીબના ઘરનું સરનામું આપ્યું હતું. ચોરાયેલો સામાન મળ્યા બાદ દિનેશ તિવારી ખુશ થઈ ગયા હતા જ્યારે બીજી તરફ જવાબદાર પોલીસ અધિકારી પહેલા દંગ રહી ગયા અને પછી ખૂબ હસ્યા, કારણ કે આવી ઘટના તેમણે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત જોઈ હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
