Homeગુર્જર નગરીપોરબંદરના ૯ વર્ષીય પિનાકનું ૨૦થી ૨૫ લાખનું ઓપરેશન સરકારની આ યોજના હેઠળ...

પોરબંદરના ૯ વર્ષીય પિનાકનું ૨૦થી ૨૫ લાખનું ઓપરેશન સરકારની આ યોજના હેઠળ મફતમાં થઈ ગયું

જીતેન્દ્ર નિમાવત: જન્મથી કિડનીની બિમારીથી પીડિત પોરબંદરના ૯ વર્ષીય પિનાક થાનકીને સરકારની RBSK યોજાના હેઠળ સંદર્ભ કાર્ડ થકી વિનામૂલ્યે કિડની ટ્રન્સપ્લાન્ટ કરાતા થાનકી પરિવારના એકના એક સંતાનને નવું જીવન મળ્યું છે. ખાનગી હોસ્પિટલમાં અંદાજે ૨૦થી ૨૫ લાખનો ઓપરેશનનો ખર્ચં થાય પણ સરકારની આરબીએસકે યોજના હેઠળ, સંદર્ભ કાર્ડ થકી પિનાકનું વિનામૂલ્યે ઓપરેશન થતા થાનકી પરિવારે સરકાર અને ડોકટર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. ટ્રન્સપ્લાન્ટ માટે બાળકના નાના હિંમતલાલ રાજ્યગુરુએ પોતાની કિડની ડોનેટ કરીને પુત્રીના પરિવારને હસતો કર્યો છે.

પરિવારનું ઘર નાનું કે મોટું હોવાથી મા-બાપનો પ્રેમ ઓછો નથી હોતો. દરેક સંતાન માતા પિતાના સપના અને પોતાના ધ્યેયોને પાર પાડવા મહેનત કરતા હોય છે. મશહૂર ગીતકાર શૈલેન્દ્ર લખે છે કે, “છોટે સે ઘર મૈ ગરીબ કા બેટા, મેં ભી હૂ માં કે નસીબ કા બેટા”

હ્રદય, કેન્સર, કિડની જેવી ગંભીર બિમારીના સમયે ઓપરેશન કરવા માટે લાખો રૂપિયા ખર્ચ થઇ જતા હોય ત્યારે ૦થી૧૮ વર્ષના બાળકોને ગંભીર બિમારીના સમયે સરકાર પીડિત પરિવારના પડખે રહીને આર્થિક મદદ કરીને હોસ્પિટલનો તમામ ખર્ચ ઉઠાવે છે.

પોરબંદરના છાંયા ચોકી પાસે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રવિન્દ્રભાઇ થાનકી તથા કાજલબેનના નવ વર્ષિય પુત્ર પિનાકને જન્મજાત કિડનીની બિમારી હતી. ઇન્ફેકશન વધતા માત્ર ૨ વર્ષની ઉંમરે એક કિડની રીમુવ કરવી પડી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૯માં પિનાકને ડેંગ્યુ તાવ આવતા તેની બીજી કિડનીમાં અસર થતાં, રવિન્દ્રભાઇએ પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગનો સંપર્ક સાધી મદદ માગી હતી.

આ સંદર્ભે રવિન્દ્રભાઇએ કહ્યુ કે, ‘RBSK ડોકટર્સની ટીમ સ્કૂલમાં વિધાર્થીઓના ચેકઅપ માટે આવતા હતા. ઘણી બધી ખાનગી હોસ્પિટલોમાં સુખદ પરિણામ ન આવતા મેં સરકારી હોસ્પિટલમાં મારા પુત્રને લઇ જવાનું નક્કી કર્યુ. આ માટે જિલ્લા આરોગ્ય વિભાગની હૂંફ અને આશ્વાસન મળ્યું હતું. સતત દોઢ વરસ સારવાર ચાલુ રહી. ત્યારબાદ અમદાવાદની ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્સ સેન્ટર સિવિલ હોસ્પિટલ કેમ્પસ અમદાવાદ ખાતે મારા પુત્રનુ ઓપરેશન કરવા ડોકટર્સે જાણાવ્યું, અને કહ્યું કે, આ માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો નહીં પડે. સરકારના સંદર્ભ કાર્ડ હેઠળ ઓપરેશન, દવા, સંપર્ણ વિનામૂલ્યે કરવામા આવશે. અને અંદાજે ૨૦થી ૨૫ લાખના ખર્ચનું ઓપરેશન વિનામૂલ્યે થયું.’

રવિન્દ્રભાઇ અને કાજલબહેને વધુમાં કહ્યું કે, ‘પ્રથમ અમે સરકારી હોસ્પિટલમાં જવા તૈયાર ન હતાં, પણ પુત્રનાં સફળ ઓપરેશન બાદ અમે બધાને અપીલ કરીએ કે, ૦થી૧૮ વર્ષના કોઇ બાળકને જન્મજાત બિમારી હોય તો RBSK સંદર્ભ કાર્ડ યોજના હેઠળ મળતી વિનામૂલ્યે સારવાર કરાવવી.’

RBSK ડો. ડિમ્પલ પડિયાએ કહ્યુ કે, ‘મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ RBSK યોજના હેઠળ ફિલ્ડ પર જઇને ૦થી૧૮ વર્ષના જન્મજાત બિમારી ધરાવતા બાળકોની સારવાર અને તેનુ ફોલોઅપ લેવામાં આવે છે.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments