Team Chabuk-Cinema Desk: હિન્દી સિનેમા અને નાના પડદા પર ખલનાયકીથી અને ચહેરાના હાવભાવથી ખૌફ ફેલાવતા રહેતા અભિનેતા અનુપમ શ્યામનું નિધન થઈ ગયું છે. તેમના શરીરના કેટલાય અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેઓ ખ્યાતનામ સિરીયલ પ્રતિજ્ઞામાં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયા હતા. અનુપમ શ્યામ ઓઝા ગત વર્ષે કિડનીની બીમારીની સામે લડી રહ્યા હતા.
આ અંગે અશોક પંડિતે ટ્વીટર પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, ‘ખૂબ જ દુ:ખ થયું છે એ જાણીને કે દિગ્ગજ અભિનેતા શ્યામનું મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થવાના કારણે નિધન થઈ ગયું છે. આ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નુકસાન છે. શ્રદ્ધાંજલિ.’
Sad to know about the demise of one of the finest actors & a great human being #AnupamShyam due to multiple organ failure .
— Ashoke Pandit (@ashokepandit) August 8, 2021
My heartfelt condolences to his family .
A great loss to the film & tv industry .
ॐ शान्ति !
🙏 pic.twitter.com/ZvP7039iOS
ગત વર્ષે લોકડાઉનના સમયે અનુપમ શ્યામની તબિયત ખરાબ થઈ હતી. તેઓ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ હતા. તેમના ઘરમાં પણ આર્થિક તંગી ચાલી રહી હતી. જેથી તેમણે કેટલાય લોકોની પાસે મદદ માગી હતી. આ વર્ષે જ મન કી આવાજ પ્રતિજ્ઞા સિરીયલની બીજી સિઝનમાં તેમણે અભિનયની શરૂઆત કરી હતી. શૂટિંગ પૂર્ણ થયા બાદ તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ પર જતા હતા.
અનુપમ શ્યામે કેટલીય ફિલ્મોમાં કામ કર્યું પણ આખરે તેમને સફળતા ટેલિવિઝનના કારણે હાથ લાગી હતી. તેમણે શાળાકીય શિક્ષણ પ્રતાપગઢથી પ્રાપ્ત કર્યું હતું. લખનઉના ભારતેન્દ્રુ નાટ્ય અકાદમીથી થીએટરનો અભ્યાસ કર્યો હતો. અહીંથી તેઓ દિલ્હીના શ્રીરામ સેન્ટર રંગમંડલમાં કામ કરવા લાગ્યા હતા. અભિનયનું સ્વપ્ન હોય અહીંથી મુંબઈ ચાલ્યા ગયા હતા.
અનુપમ શ્યામની ફિલ્મી કરિયર આંતરાષ્ટ્રીય ફિલ્મથી શરૂ થઈ હતી. તેમણે સૌથી પહેલા લિટિલ બુદ્ધા નામની ફિલ્મમાં કામ કર્યું હતું. શેખર કપૂરની ફિલ્મ બેન્ડિટ ક્વીનમાં કામ કર્યું. જોકે ફિલ્મોથી તેમને કોઈ ખાસ ઓળખ મળી નહોતી. અનુપમને લુક અને તેની ખતરનાક લાલ આંખોના કારણે ખલનાયકનો રોલ મળતો રહેતો હતો.
તેમની લોકપ્રિય ફિલ્મોમાં બેન્ડિટ ક્વીન, સ્લમડોગ મિલેનિયર, ધ વોરિયર, થ્રેડ, શક્તિ, હલ્લા બોલ, રક્તચરિત્ર અને જય ગંગાનો સમાવેશ થાય છે. દૂરદર્શન પર તેમણે ક્યૂંકી જીના ઈસી કા નામ હૈ સિરીયલમાં પણ ખલનાયક ગજેન્દ્રનું પાત્ર ભજવી સિરીયલને દોડાવી દીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત