Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લાની ૧૮૫ શાળાઓમાં બનાવેલ કિચન ગાર્ડન એટલે શું?

પોરબંદર જિલ્લાની ૧૮૫ શાળાઓમાં બનાવેલ કિચન ગાર્ડન એટલે શું?

Team Chabuk-Gujarat Desk: પોરબંદર જિલ્લાની પ્રાથમિક શાળાઓ ‘કિચન ગાર્ડન’ થી લહેરાઇ રહી છે. જિલ્લાની અંદાજે ૧૮૫ જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ‘કિચન ગાર્ડન’ વિકસાવવામાં આવ્યા છે. શાળામાં તૈયાર થયેલ શાકભાજી, ફળ ફળાદી થકી જિલ્લાનાં વિધાર્થીઓના પોષણ માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે. પોરબંદરમાં આશરે ૧૩૦, રાણાવાવમાં ૪૩ તથા કુતિયાણા તાલુકામાં ૧૨ એમ સમગ્ર જિલ્લાની અંદાજે ૧૮૫ પ્રાથમિક શાળાઓમાં કિચન ગાર્ડન તૈયાર કરાયા છે.

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ધો.૧ થી ૮ની શાળાઓમાં બાળકોનાં પોષણ માટે શાકભાજી, ફળો, વૃક્ષો આર્ગોનિક શાકભાજીનું વાવેતર કરી મધ્યાહન ભોજનમાં તેનો ઉપયોગ કરવાથી વિધાર્થીઓને પુરતુ પોષણ સરળતાથી મળે છે.

હાલ વર્ષાઋતુ હોવાથી જિલ્લાની અન્ય શાળાઓ પણ કિચન ગાર્ડન બનાવીને શાળાનાં વિધાર્થીઓને વિનામૂલ્યે સરળતાથી પોષણ મળી રહે તે હેતુથી શાળાનાં મેદાનમાં રીંગણા, ટમેટા, દુધી, ધાણા, મરચા, સરગવા, લીંબુ, જામફળ, દાડમ, ચીકુ જેવા ફળ ફળાદી તથા શાકભાજીનું વાવેતર કરવામાં આવી રહ્યુ છે. તેમ નાયબ કલકટર મધ્યાહન ભોજન યોજના શ્રી વિવેક ટાંક દ્રારા જણાવાયું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments