Homeગુર્જર નગરીપોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ગાઈડલાઈન ખાસ...

પોરબંદર જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આ ગાઈડલાઈન ખાસ જાણી લે

Team Chabuk-Gujarat Desk: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પોરબંદર જિલ્લામા આગામી તા.૧૫ જુલાઇથી તા.૨૬ જુલાઇ દરમિયાન ધો.૧૦ની તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા તથા તા.૧૫ જુલાઇથી તા.૨૬ જુલાઇ દરમિયાન ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના ખાનગી રીપીટર પૃથ્થક વિધાર્થીઓની પરીક્ષા યોજાનાર છે. જે પરીક્ષા દરમ્‍યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્‍વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.

આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉત્તરો મોબાઇલ ફોન તથા ઇલેકટ્રનિકસ ઉપકરણો દ્વારા સત્વરે તૈયાર થઇ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઇલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસીક પરિતાપ થવાની સંભાવના રહે છે.

જેથી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૧)(એફ) મુજબ પોરબંદર અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એમ.કે.જોષીએ પોરબંદરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમા ફોટોસ્ટેટ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ પરીક્ષાની તારીખ અને સમય દરમિયાન ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહી. તથા મોબાઇલ ફોન તથા કોઇપણ ઇલેકટ્રોનિકસ ઉપકરણો પરીક્ષાખંડમાં ન લઇ જવા એક હુકમથી જણાવવામાં આવ્‍યું છે.

પ્રતિબંધ

પોરબંદરમા યોજાનાર ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા કેન્‍દ્રોની આજુબાજુ ૧૦૦ મીટર વિસ્તારમાં બે કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. પરીક્ષા દરમ્‍યાન પરીક્ષા કેન્‍દ્રો આસપાસ લોકો એકત્ર થવા સંભવ છે અને તેથી પરીક્ષાર્થીઓને ખલેલ પડે તેવો સંભવ છે. આ પરીક્ષાઓ શાંતિ અને એખલાસભર્યા વાતાવરણમાં યોજાય તથા બીન અધિકૃત વ્‍યકિતઓ પરીક્ષાની કામગીરીને દખલ પહોંચાડે નહિ તે હેતુથી પોરબંદરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલા તમામ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્‍તારમાં ઉપર મુજબની તારીખ અને સમય દરમિયાન બે કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠુ થવું નહીં, સરઘસો કાઢવા નહીં, સુત્રો પોકારવા નહીં, લાઉન્ડ સ્પીકર કે અન્ય રીતે ઘોંઘાટ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.કે.જોષી દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.  

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments