Homeગામનાં ચોરેખેડૂતોને આંદોલન પૂર્ણ કરવા અપીલ, MSP અને મંડીઓ પૂર્ણ નહીં થાય, જાણો...

ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવા અપીલ, MSP અને મંડીઓ પૂર્ણ નહીં થાય, જાણો કેન્દ્ર સરકારની મહત્વની જાહેરાત

Team Chabuk-National Desk: મંત્રીમંડળનો વિસ્તાર કર્યા બાદ મોદી સરકારે ખેડૂત અને કોરોનાનાં કેસમાં વધારે સતર્કતા રાખવાનો નિર્ણય લીધો છે. કેબિનેટનું વિસ્તરણ કર્યા પશ્ચાત પ્રથમ બેઠકમાં કોરોના સામે લડવા માટે 23,123 કરોડ રૂપિયાના ઈમરજન્સી પેકેજની મંજૂરી આપી દેવામાં આવી છે. આ સિવાય આ બેઠકમાં ખેડૂતોને મંડી દ્વારા એક લાખ કરોડ રૂપિયા આપવાનો અંતિમ નિર્ણય પણ લેવામાં આવ્યો છે. સરકારે ખેડૂતોને આંદોલન પૂર્ણ કરવાની અપીલ કરતા કહ્યું કે, કૃષિ ક્ષેત્રમાં સુધાર અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવી એ તેમની પ્રાથમિક સૂચિમાં છે.

આંદોલન પૂર્ણ કરવા અપીલ

બેઠક બાદ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કૃષિ મંત્રી અને કૃષિ કાયદાઓનાં વિરોધમાં આંદોલન કરનારા ખેડૂતોને આંદોલન ખત્મ કરવાની અપીલ કરી હતી. બંને મંત્રીઓએ કહ્યું હતું કે, સરકાર ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રમાં સુધારો અને ખેડૂતોની સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન ઈચ્છે છે. સરકાર ખેડૂતોને પાક વેચવાનો વધારેમાં વધારે વિકલ્પ અપાવશે. સાથે જ ઉત્પાદનમાંથી બેગણી કિંમત ઉપલબ્ધ કરાવવા ઈચ્છે છે.

સમર્થન મૂલ્યમાં વધારો

આ અંગે કૃષિ મંત્રી તોમરે કહ્યું કે, ન્યૂનતમ સમર્થન મૂલ્ય અને મંડીઓને પૂર્ણ કરવાનો આરોપ ખોટો છે. સરકાર ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં અવિરત વધારો કરી રહી છે. બુધવારનાં રોજ મંડીઓ દ્વારા ખેડૂતોને એક લાખ કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નારિયેલ બોર્ડમાં સીઈઓની નિયુક્તિ

તોમરે વધુમાં કહ્યું કે, નારિયલ એક્ટમાં સંશોધન કરીને આંતરાષ્ટ્રીય બજારમાં લાવવામાં આવશે. નારિયલ બોર્ડમાં સીઈઓની નિયુક્તિ કરવામાં આવશે. એપીએમસી મંડીઓ આર્થિક અને અન્ય દૃષ્ટીથી પહેલા કરતા વધારે મજબૂત કરવામાં આવશે. આંદોલન કરી રહેલા ખેડૂતોએ સમજવું જોઈએ કે સરકાર પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં સતત વધારો કરી રહી છે. કેટલીય યોજનાઓ દ્વારા કૃષિ અને ખેડૂતોનું ભલું કરવામાં આવી રહ્યું છે.

હેલ્થ ઈમરજન્સી પેકેજ 23 હજાર કરોડ

કેબિનેટની બેઠકમાં કોરોના સામે જંગ માટે 23,123 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી દેવામાં આવી છે. નવા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે આ પેકેજ દ્વારા દેશના 736 જિલ્લાઓમાં પીડિયાટ્રિક્સ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવશે. દેશભરમાં ઓક્સિજન બેડ તૈયાર કરવામાં આવશે. બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્ય સરકારોને 8,000 કરોડ રૂપિયા

આ પેકેજ દ્વારા દવાઓનો બફર સ્ટોક પણ તૈયાર કરવામાં આવશે. માંડવિયાએ વધુમાં જણાવ્યું કે, પેકેજમાં કેન્દ્ર રાજ્ય સરકારોને 8,000 કરોડ રૂપિયા આપશે. માંડવિયાના જણાવ્યા અનુસાર કોરોનાની પ્રથમ લહેર બાદ કોવીડ હોસ્પિટલોની સંખ્યા 163થી વધારીને 4,389 થઈ ચૂકી છે. ઓક્સિજન બેડની સંખ્યા 50,000થી વધારીને 4,17,396 થઈ ચૂકી છે. આ પહેલા 15,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ અપાઈ ચૂક્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments