Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના બ્લોક પ્રમુખની ચૂંટણીમાં બે બે હાથ થઈ ગયા. મહિલા ઉમેદવારની પ્રસ્તાવકની સાડી ખેંચવામાં આવી અને ચૂંટણી કલંકિત થઈ ગઈ. શુક્રવારે જ્યારે નામાંકન દાખલ થવાનું હતું ત્યારે કેટલીય જગ્યાએ હિંસા ફાટી નીકળી હતી. આ વચ્ચે લખમીપુર ખીરી જિલ્લામાં પસગવાં બ્લોકની સમાજવાદી પાર્ટીની ઉમેદવાર રિતુ સિંહે આરોપ લાગાવ્યો છે કે ભાજપના કાર્યકર્તાઓએ તેમની મહિલા પ્રસ્તાવક સાથે અસભ્ય વ્યવહાર કર્યો. ત્યાં સુધી કે તેમનાં કપડાં પણ ફાડી નાખ્યા.
લખમીપુર ખીરી જિલ્લાના પસગવાં બ્લોકની સમાજવાદી પાર્ટીની ઉમેદવાર રિતુ સિંહે સત્તા પક્ષનાં લોકો પર આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે નામાંકન પત્ર દાખલ કરવા માટે જઈ રહી હતી તો રસ્તામાં રહેલ મોહમ્મદી ક્ષેત્રથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લોકેન્દ્ર પ્રતાપ સિંહના કાર્યકર્તાઓએ તેની સાથે હાજર પ્રસ્તાવક અનિતા યાદવની સાથે મારપીટ કરી હતી. સાથે જ તેમનું નામાંકન પત્ર ફાડીને ફેંકી દીધું હતું.
પસગવાં બ્લોકની સમાજવાદી પાર્ટીની ઉમેદવાર રિતુ સિંહ અને તેમની પ્રસ્તાવક સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટના પર સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે પણ નિશાન સાધ્યું છે. તેમણે સત્તા ભૂખ્યા યોગીનાં ગુંડાઓ કહી આ સમગ્ર ઘટના અંગેનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો હતો.
— Akhilesh Yadav (@yadavakhilesh) July 8, 2021
જણાવવામાં આવી રહ્યું છે કે, રિતુ સિંહ જ્યારે પોતાની પ્રસ્તાવક સાથે જઈ રહી હતી ત્યારે તેમની સાડી ખેંચવામાં આવી હતી. આ માથાકૂટ લાંબી ચાલી હતી અંતે સમાજવાદી પાર્ટીની ઉમેદવાર પોતાનું નામાંકન દાખલ કરવા માટે પહોંચી શકી હતી. જ્યારે તેઓ ત્યાં નામાંકન પત્ર દાખલ કરી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ નામાંકન પત્ર ફાડી નાખ્યું હતું. જેથી મામલો વધારે બિચક્યો હતો.
આ અંગેની જાણકારી પ્રાપ્ત થતાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય શશાંક યાદવ અને સ્થાનિક નેતા ક્રાંતિ કુમાર સિંહ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જે પછી મહિલાએ તેમના પર કપડાં અને નામાંકન પત્ર ફાડવાનો આરોપ લગાવ્યો હતો. બ્લોકની બહાર જ ભાજપના કાર્યકર્તાઓએ અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બન્યો જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત