Homeગુર્જર નગરીપોરબંદર: ભાગ્યે જ જોવા મળતી બીમારીમાં સપડાઈ હતી જેનીશ, સરકારની આ સહાયે...

પોરબંદર: ભાગ્યે જ જોવા મળતી બીમારીમાં સપડાઈ હતી જેનીશ, સરકારની આ સહાયે માતા-પિતાને આપ્યો ટેકો

Team Chabuk-Gujarat Desk: પોરબંદરનાં અડવાણા ગામની ૧૩ મહિનાની દીકરી જેનીશ રાઠોડને ભાગ્યે જ જોવા મળતી વેસ્ટ સિન્ડ્રોમ નામની બિમારીના કારણે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ICU લેવલની સારવાર બાળ સખા યોજના હેઠળ વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે. મોટી બિમારીનાં કારણે પરિવાર માનસિક અને આર્થિક રિતે ખેચાઇ જતાં હોય છે. સામાન્ય પરિવાર ઉપર બિમારીની આફત આવે ત્યારે આર્થિક ખર્ચ પણ  બિમારી જેવી જ મુશ્કેલી સર્જે છે.

rps baby world

અડવાણાના રાઠોડ નિલેશભાઇના ઘરે તા.૪ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ જન્મેલી જેનીશ જન્મથી વેસ્ટ સિન્ડ્રોમ નામની બિમારીથી પીડિત હોવાથી ઓછુ વજન, શ્વાસ લેવામાં તકલીફ, તાણ આચકી આવવી તથા મગજનો વિકાસ રૂંધાયેલો હતો, સામાન્ય પરિવાર એક તરફ બાળકીના જન્મથી ખુશ તો બીજી તરફ બિમારીના કારણે ચિંતિત હતો. ત્યારે RBSK ડો. જીતેન્દ્રભાઇ મારૂ અને તેની ટીમે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ બાળકી જેનીશને બાળ સખા યોજના હેઠળ ખાનગી હોસ્પિટલમાં ICU લેવલની સારવાર અપાવી હતી.

rps baby world

આ યોજના હેઠળ બાળકના દૈનિક હોસ્પિટલ ખર્ચ રૂ. ૭ હજાર લેખે સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. બાળ રોગ નિષ્ણાંત દ્વારા જેનીશની સારવાર કરવામાં આવી. હાલ, અડવાણા પી.એચ.સી ખાતે ફીજીયોથેરાપી ડો. દ્રારા સારવાર આપવામાં આવે છે. બાળ-સખા યોજના હેઠળ વિનામૂલ્યે જેનીશની સારવાર થતા જેનીશના પિતા નિલેશભાઇ તથા તેમના પરિવારે સરકારનો તથા જિલ્લા ઓરોગ્યની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments