Homeગામનાં ચોરેકોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને વળતર પેટે આટલા રૂપિયા ચૂકવવામાં આવશે

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને વળતર પેટે આટલા રૂપિયા ચૂકવવામાં આવશે

Team Chabuk-National Desk: કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને સહાય આપવાની રકમ નક્કી કરવામાં આવી છે. કોરોનાથી થયેલા મોતના વળતર પેટે રકમ નક્કી કરવામાં આવી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ સુપ્રીમ કોર્ટને આ વાતની જાણકારી આપી છે કે, દરેક મોત માટે પરિવારને 50 હજારનું વળતર આપવામાં આવશે. આ પૈસા રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ કોષમાંથી ફાળવવામાં આવશે.

30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશભરમાં કોરોના વાઇરસથી થયેલા મૃત્યુ માટે વળતર આપવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યું હતું કે, તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડ્યો હતો.

rps baby world

આ અંગેના કેસના અરજદારોએ દલીલ કરી હતી કે, કોરોનાથી મૃત્યુ પામનારના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે સીધા હોસ્પિટલમાંથી લઈ જવામાં આવી રહ્યા છે. ન તો તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, ન તો ડેથ સર્ટિફિકેટમાં લખ્યું છે કે તેઓના મૃત્યુનું કારણ કોરોના હતું. આવી સ્થિતિમાં જો વળતર યોજના શરૂ કરવામાં આવે તો પણ લોકો તેનો લાભ લઈ શકશે નહીં. આના પર કોર્ટે સુપ્રીમ કહ્યું હતું કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ લખવું જોઈએ. પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. જો પરિવારને અગાઉ આપવામાં આવેલા પ્રમાણપત્ર સામે કોઈ ફરિયાદ હોય તો તેનો ઉકેલ લાવવો જોઈએ.

વિવિધ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટ સમક્ષ સરકારે કહ્યું હતું કે, તે મૃતકોના સગાને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકે નહીં. સરકારની દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ સહમતી દર્શાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે પોતે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિવારના સભ્યોને સન્માનજનક રકમ મળવી જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments