Homeગુર્જર નગરીપોરબંદરને મળેલું ‘સજાગ’ જહાજ દરિયામાં આ મોટું કામ કરશે

પોરબંદરને મળેલું ‘સજાગ’ જહાજ દરિયામાં આ મોટું કામ કરશે

Team Chabuk-Gujarat Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કરતું અત્યાધુનિક બહુલક્ષી જહાજ “સજાગ” ગુજરાતની દરિયાઇ સુરક્ષા માટે સરકાર દ્વારા સોંપવામાં આવ્યું છે. ઇન્સ્પેકટર જનરલ રાકેશ શ્રીપાલની ઉપસ્થિતિમાં આ જહાજ આજ રોજ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે લાવવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓ દ્વારા તેનું સ્વાગત કરાયું હતું.   

એમ/એસ ગોવા શીપયાર્ડ દ્વારા તૈયાર કરાયેલ ૧૦૫ મીટર લાંબું જહાજ દરિયાઇ પ્રદૂષણ અટકાવવા, રાહત કામગીરી માટે, તસ્કરી રોકવા સહિતની શ્રેષ્ઠત્તમ સેવા આપતુ મલ્ટીપર્પસ જહાજ છે.ઇન્સ્પેકટર જનરલ રાકેશ શ્રીપાલે જણાવ્યુ કે, ‘આધુનિક ટેકનોલોજી ધરાવતું આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરાયેલ જહાજ “સજાગ” ગુજરાતની દરિયાઇ સુરક્ષા સહિતની સેવામા સરકાર દ્રારા સમર્પિત કરાયુ છે. જે ખુશીની વાત છે.’

શ્રીપાલે વધુમાં કહ્યુ કે, ‘આ જહાજની ખાસ વિશેષતા છે કે, તે દરિયામા સતત એક મહિના સુધી રહી શકે તે માટે ડીઝલ, રાશન સહિતની ક્ષમતા ધરાવે છે. ૨૬ નોટીકલ માઇલની સ્પિડ ધરાવતું ૧૦૫ મીટર લાંબા આ જહાજમાં બે બોટ, ક્રાફટ, બે હેલીકોપ્ટર, બે એન્જીન છે. અને આ સમગ્ર જહાજની સીસ્ટમ રીમોટ કન્ટ્રોલથી ચાલે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં ગુજરાત સૌથી લાંબો ૧૬૦૦ કીમી દરિયા કિનારો ધરાવતો પ્રદેશ તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો પ્રવેશ હોવાથી આ જહાજ દરિયાઇ સુરક્ષા માટે ખાસ ઉપયોગી બનશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments