Homeગુર્જર નગરીપોરબંદર: આખલાના ગળામાંથી સાઈકલ કોણ કાઢે?

પોરબંદર: આખલાના ગળામાંથી સાઈકલ કોણ કાઢે?

Team Chabuk-Gujarat Desk: આખલો એવું પ્રાણી છે કે શાંત અને સ્થિતપ્રજ્ઞ બની ઉભું હોય તોપણ કેટલાક લોકો શેરીઓ બદલી નાખે છે. ભૂતકાળમાં અવાર નવાર એવા કિસ્સાઓ અખબારમાં પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે કે આખલાએ ગાડીઓનો સોથ બોલાવી નાખ્યો. રેકડીઓ ઉંધી વાળી નાખી. આખલા જેવા અલમસ્ત જીવને તો શું સમસ્યા નડે? પણ અડચણ બધાને પેદા થાય છે. શરીર મોટું હોવાથી કાંઈ તુર્મખાં થોડા થઈ જવાય છે.

rps-baby-world-1

પોરબંદર શહેરની નજીક આવેલા કુતિયાણા તાલુકાના ઈશ્વરિયા ગામે આખલાએ ગામના લોકોને ધંધે લગાડ્યા હતા. કોઈ કારણોસર આખલાના ગળામાં સાઈકલ ભરાઈ ગઈ હતી. જેમાંથી માથું બહાર કાઢવા મહેનત કરતો હોવા છતાં નીકળી નહોતું રહ્યું. આખરે ગ્રામજનોએ એકઠા થઈ આખલાને આ સમસ્યામાંથી સ્વતંત્રતા અપાવી હતી.

rps-baby-world-1

આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ આખલાની નજીક ઉભો છે. એ સમયે પહેલાથી આખલાનું માથું સાઈકલના વચ્ચેના ભાગમાં ફસાઈ ગયું છે. આ આખલો સાઈકલની પેલી બાજુ પડેલા કોઈ વ્યંજનને આરોગવા માટે સાઈકલની વચ્ચેથી પોતાનું મોઢું બીજી બાજુ કાઢ્યું હતું. જતાં તો ચાલ્યું ગયું પણ પછી બહાર ન નીકળ્યું.

rps-baby-world-1

આખલાની ખરી ગમ્મત હવે શરૂ થાય છે. તેણે સાઈકલમાંથી મોઢું કાઢવા માટે હવાતિયાં મારવાના શરૂ કરી દીધા. આમ પણ ભયંકર પ્રાણી અને હવે તો તેના માથામાં સાઈકલ નામનો તાજ પણ! એક વ્યક્તિ નજીકથી પસાર થયો તો ત્યાં માથું ઉંચું કરતા ભયભીત થઈ ભાગ્યો. ગામના અન્ય લોકો પણ આખલાની સહાયતા કરવાથી જોજનો દૂર રહેવા ઈચ્છતા હતા. કેટલાક જૂવાનિયાં મોબાઈલમાં વીડિયો ઉતારવામાં વ્યસ્ત હતા અને બીજી બાજુ આખલો ત્રસ્ત હતો. ઠેકડા મારી મારી આખલો થાકી ગયો અને જમીન પર બેસી ગયો.

rps-baby-world-1

આખરે ગામના લોકો આ જાનવરને બચાવવા માટે આગળ આવ્યા હતા. એ કંઈ કરે એ પહેલા જ તેના દોરડાથી પગ બાંધી દેવામાં આવ્યા હતા. બધા ભેગા થયા અને આખલાને સ્વતંત્રતા આપી. જોકે બીજી બાજુ આખલો તાજી રાયણ જેવો જ છે પણ સાઈકલ એવી નથી રહી!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments